મુંબઇ,
તા.3: ઇંગ્લેન્ડ વિરુદ્ધના પાંચમા અને આખરી ટી-20 મેચમાં 13 છક્કાથી આતશી સદી કરનાર
ભારતના ઓપનિંગ બેટર અભિષેક શર્માએ તેની આ સફળતાનો શ્રેય કપ્તાન સૂર્યકુમાર અને સાથી
ખેલાડીઓને આપ્યો. સાથોસાથ એમ પણ કહ્યંy કે મારી આ ઇનિંગથી યુવરાજ સિંઘ ઘણા ખુશ હશે.
જેને તે ગુરુ સમાન ગણે છે.
મેચ
બાદ અભિષેકે જણાવ્યું કે બોલ ઝડપથી બેટ પર આવી રહ્યો હતો. બે વિકેટ જલ્દીથી પડી હતી.
મેં કપ્તાન સૂર્યકુમારને પૂછયું શું વિચારો છો ? તો કપ્તાને કહ્યંy તારી રીતે બેટિંગ
કર. આથી મારો આત્મવિશ્વાસ વધ્યો. વાસ્તવમાં આથી જ સદી કરી અને સર્વોચ્ચ સ્કોર કર્યો.
મને એ ખબર નથી કે હું ઝડપી સદીની નજીક છું. હું ફકત ટીમની સ્થિતિ અનુસાર બેટિંગ કરી
રહ્યો હતો.
તેણે
કહ્યંy ગઇકાલે હું બીસીસીઆઇ એવોર્ડમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને મળ્યો હતો. અમારા
વચ્ચે કોઇ પ્રતિસ્પર્ધા નથી. અમે અન્ડર-19થી સાથે રમીએ છીએ. અમારું એક જ સપનું હતું,
ઇન્ડિયા તરફથી રમીએ.