• શનિવાર, 13 જુલાઈ, 2024

ફાઇનલની ઠીક પહેલા રોહિતને અંગુઠામાં ઇજા

લંડન, તા.6: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના ફાઇનલની ઠીક એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઇજા થયાની ખબર સામે આવી છે. રિપોર્ટ અનુસાર નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ડાબા હાથના અંગૂઠામાં ઇજા થઇ છે. આથી તેણે નેટ પ્રેક્ટિસ છોડવી પડી હતી. જો કે રોહિતની આ ઇજા ગંભીર ન હોવાનું અને તે ફાઇનલ માટે તૈયાર હોવાનું સપોર્ટ સ્ટાફના એક અધિકારીએ જણાવ્યું હતું. મેચ પહેલા કપ્તાન શર્માએ જણાવ્યું કે હું આ ગેમ અને ચેમ્પિયનશિપ જીતવા માગુ છું. અમે અહીં એટલા માટે જ આવ્યા છીએ. જો કે પોતાની ઈજા વિશે તેણે કોઇ ફોડ પાડયો ન હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક