• શનિવાર, 13 જુલાઈ, 2024

સ્મિથની રેકોર્ડબ્રેક સદી: કોહલી-ગવાસ્કરથી આગળ

લંડન, તા.8: સ્ટિવન સ્મિથે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આધુનિક ક્રિકેટનો મહાનત્તમ ક્રિકેટર્સ પૈકિનો એક છે. ભારત સામે તેણે ફાઇનલમાં શાનદાર સદી ફટકારી છે. આજે મેચના બીજા દિવસે રમતની શરૂઆતમાં જ પહેલી ઓવરમાં ઉપરાઉપરી બે ચોક્કા ફટકારીને સ્મિથે તેની 31મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. પહેલા દિવસે તે 9પ રને નોટઆઉટ રહ્યો હતો. આજે તે 121 રને ઠાકુરના દડામાં બોલ્ડ થયો હતો. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી વધુ સદીની સૂચિમાં સ્મિથ હવે 9 સદી સાથે બીજા સ્થાને આવી ગયો છે. તેનાથી ઉપર સચિન તેંડુલકર 11 સદી સાથે છે. આ સૂચિમાં ત્રીજા સ્થાને 8 સદી સાથે સંયુક્ત રૂપે ત્રણ ખેલાડી સુનિલ ગવાસ્કર, વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ છે.

આ ઉપરાંત ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ સદી કરવાના પ્રવાસી બેટધરના મામલે સ્મિથ ફક્ત ડોન બ્રેડમેનથી પાછળ છે. બ્રેડમેને ઇંગ્લેન્ડમાં 30 ઇનિંગમાં 11 સદી કરી હતી. સ્મિથની ઇંગ્લેન્ડમાં 31 ઇનિંગમાં સાત સદી થઈ છે. આ પછી સ્ટિવ વો સાત સદી અને રાહુલ દ્રવિડ 6 સદી સાથે પછીના ક્રમે છે. તે ભારત સામે ટેસ્ટમાં બે હજારથી વધુ રન કરનારો આઠમો બેટધર પણ બન્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક