• શનિવાર, 13 જુલાઈ, 2024

વિક્રમી 76પ રન સાથે ટોચ પર રહી વિશ્વ કપની સફર સમાપ્ત કરતો વિરાટ કપ્તાન રોહિત પ97 રન સાથે બીજા સ્થાને: અય્યર પ30 રન સાથે છઠ્ઠા નંબરે

અમદાવાદ, તા.19: શતકનો શહેનશાહ વિરાટ કોહલી વર્લ્ડ કપ-2023માં સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમાં સંપૂર્ણ દબદબા સાથે પહેલા સ્થાને રહ્યો છે. વર્તમાન વિશ્વ કપ દરમિયાન જ દિગ્ગજ સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી અને બાદ આ રેકોર્ડ તોડી પ0 સદી કરનાર વિરાટ કોહલીના નામે 11 ઇનિંગમાં 76પ રન રહ્યા છે. જેમાં આજના ફાઇનલની પ4 રનની ઇનિંગ સામેલ છે. કોહલીએ 9પ.62 રનની જબરદસ્ત સરેરાશથી 76પ રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 6 અર્ધસદી છે. કોહલીની સ્ટ્રાઇક રેટ 90.31 રહી હતી. જ્યારે વર્લ્ડ કપમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 117 રન છે. 

ટોચના બેટધરોની સૂચિમાં ભારતીય કપ્તાન રોહિત શર્મા આજની 47 રનની આક્રમક ઇનિંગ દરમિયાન અફ્રિકી બેટર ક્વિંટન ડિ’કોકથી આગળ નીકળીને બીજા સ્થાને આવી ગયો છે. રોહિતના 11 મેચમાં પ97 રન થયા છે. તેણે આ દરમિયાન એક સદી અને ત્રણ અર્ધસદી કરી હતી. તેની સ્ટ્રાઇક રેટ સૌથી સારી 12પ.94 રહી છે. જ્યારે સરેરાશ પ4.27 રહી છે.

ત્રીજા સ્થાન પરના આફ્રિકાના વિકેટકીપર ડિ’કોકના ખાતામાં 10 મેચમાં પ94 રન છે. આ દરમિયાન તેણે 4 સદી કરી હતી. ચોથા સ્થાને ન્યુઝીલેન્ડનો યુવા ખેલાડી રચિન રવીન્દ્ર પ78 રન સાથે રહ્યો હતો. તેણે ત્રણ સદી અને બે અર્ધસદી કરી હતી. કિવિઝનો જ ડેરિલ મિચેલ 10 મેચમાં પપ2 રન સાથે પાંચમા ક્રમે રહ્યો હતો. તેણે બે સદી અને બે અર્ધસદી કરી હતી. ભારતનો શ્રેયસ અય્યર 11 મેચમાં 2 સદી અને 3 અર્ધસદી સાથે પ30 રન સાથે છઠ્ઠા નંબર પર રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક