• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

ભારતનો 44 રને આક્રમક વિજય: ઓસિ. વિ. 2-0થી આગળ યશસ્વી, ઋતુરાજ, ઇશાનની અર્ધસદી અને રિંકુની ફટકાબાજી પછી રવિ-કૃષ્ણાની 3-3 વિકેટ

ભારત: 20 ઓવર 4/235: ઓસ્ટ્રેલિયા: 20 ઓવર 9/191

તિરૂવનંથપૂરમ તા.26: પહેલા બેટિંગમાં આક્રમક અંદાજ અને બાદમાં બોલિંગમાં ઘાતક દેખાવથી બીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 44 રને આક્રમક વિજય થયો હતો. આ જીતથી યુવા ટીમ ઇન્ડિયા વન ડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામેની પ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી આગળ થયું છે. ભારતના 20 ઓવરમાં 4 વિકેટે 23પ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રને અટકી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટી-20માં આજનો 23પ રનનો સ્કોર ભારતનો સૌથી મોટો ટોટલ છે. જયસ્વાલ, ઇશાન અને ઋતુરાજની આક્રમક અર્ધસદી બાદ પ્રસિધ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઇએ 3-3 વિકેટ લીધી હતી.

236 રનના કઠિન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાનો પ્રારંભ નબળો રહ્યો હતો અને  7.2 ઓવરમાં પ8 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને ઓપનર સ્ટીવન સ્મિથ અને મેથ્યૂ શોટ 19-19 રને આઉટ થયા હતા. જયારે પાછલા મેચનો સદીવીર જોશ ઇંગ્લીશ ફકત બે રન જ કરી શકયો હતો. ફટકાબાજ ગ્લેન મેકસવેલ 12 રને પેવેલિયન ભેગો થયો હતો. આ પછી માર્કસ સ્ટોઇનિસ અને ટિમ ડેવિડ વચ્ચે પાંચમી વિકેટમાં ફકત 38 દડામાં 81 રનની ઝડપી ભાગીદારીથી ઓસ્ટ્રેલિયા વાપસી કરવામાં સફળ રહ્યંy હતું. રવિ બિશ્નોઇએ ડેવિડનો શિકાર કરીને આ ભાગીદારી તોડી હતી. ટિમ ડેવિડ 22 દડામાં 4 ચોકકા-2 છકકાથી 37 રને આઉટ થયો હતો. આ પછી સ્ટોઇનિસ પણ 2પ દડામાં 2 ચોકકા-4 છકકાથી 4પ રને મુકેશકુમારના દડામાં આઉટ થતાં ભારતે મેચ પર ફરી કાબુ જમાવી લીઘો હતો. કપ્તાન મેથ્યૂ વેડ 23 દડામાં 4 છકકાથી 42 રને નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી રવિ બિશ્નોઇ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતની ભારતને દાવ આપવાનો નિર્ણય લીધો હતો. જેનો ફાયદો ઉઠાવીને ભારતીય બેટધરોએ વિસ્ફોટક બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 23પ રન ખડક્યા હતા. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (પ3), ઋતુરાજ ગાયકવાડ (પ8) અને ઇશાન કિશન (પ2)એ આતશી સદી ફટકારીને કાંગારુ બોલરોની ધોલાઈ કરી હતી જ્યારે નવા ફિનિશર રિંકુ સિંહે ફક્ત 9 દડામાં 4 ચોક્કા અને 2 છક્કાથી 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતે આખરી 30 દડામાં 71 રનનો ઉમેરો કરીને મેદાન પર રનનું રમખાણ સર્જ્યું હતું.

ભારતની શરૂઆત જોરદાર રહી હતી. જયસ્વાલ અને ઋતુરાજ વચ્ચે પહેલી વિકેટમાં ફક્ત 3પ દડામાં 77 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે પ્રારંભથી જ પાવર હિટિંગ કરીને આક્રમક અર્ધસદી કરી હતી. તે 2પ દડામાં 9 ચોકકા-2 છક્કાથી પ3 રને આઉટ થયો હતો. આ પછી ઇશાન કિશને ફટકાબાજી કરી હતી. તેણે 32 દડામાં 3 ચોક્કા-4 છક્કાથી પ2 રન કર્યા હતા. તેના અને ઋતુરાજ વચ્ચે બીજી વિકેટમાં પ8 દડામાં 87 રનની ભાગીદારી થઈ હતી. કપ્તાન સૂર્યકુમાર યાદવ 10 દડામાં 2 છક્કાથી 19 રનની કેમિયો ઇનિંગ રમી આઉટ થયો હતો. અંતમાં રિંકુ સિંઘે ડેથ ઓવર્સમાં કાંગારુ બોલરો સામે વિસ્ફોટક બેટિંગ કરીને ભારતને 23પ રનના સ્કોરે પહોંચાડયું હતું. રિંકુ 31 અને તિલક 7 રને નોટઆઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 4પ રનમાં 3 વિકેટ લીધી હતી. તનવીર સાંઘાએ 4 ઓવરમાં 34 રનનો જ ખર્ચ કર્યો હતો.

 

 

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024