• શનિવાર, 13 જુલાઈ, 2024

બાબર પરસેવાનો છાંટો ઉડાડે તો ઓડી મળી જાય : સલમાન બટ

મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે પૂર્વ પાક. ખેલાડી બાબર આઝમનાં સમર્થનમાં

ઈસ્લામાબાદ, તા. 22 : પાકિસ્તાનના એક પત્રકારે બાબર આઝમ ઉપર મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે, કારણ કે બાબરને ઓડી કાર ગિફ્ટમાં મળી છે. કહેવાય છે કે બાબર આઝમના ભાઈએ તેને ઓડી ઇટ્રોન કાર ગિફટ કરી છે. જો કે પત્રકાર કમર રઝાએ દાવો કર્યો છે કે કાર, ફલેટ અને પ્લોટ જેવી ગિફ્ટ એમ જ નથી મળી. અમેરિકા સામે મેચ હાર્યા છે તો કાંઈક તો મળશે જ. કમર રઝાએ એક કંપની ઉપર સવાલ ઉઠાવ્યો હતો જે આ ગતિવિધિ મેનેજ કરે છે. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ઓપનર સલમાન બટે અલગ જ દાવો કર્યો છે. બટે કહ્યું છે કે, જો બાબર માથાના પરસેવાનો છાંટો ઉડાડે તો પણ ગાડી આવી જશે. બાબર આઝમ ખૂબ કમાય છે.

સલમાન બટે બાબર ઉપર લાગેલા મેચ ફિક્સિંગના આરોપને લઈને પાકિસ્તાની ચેનલ ઉપર કહ્યું હતું કે લોકો ક્યા વ્યક્તિ અંગે વાત કરી રહ્યા છે. બાબર દુનિયામાં એક છે. તે સારું રમ્યો નથી. ટીમનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. જો કે તમામ ખેલાડીઓની આલોચના કરીને તેઓનું મનોબળ તોડી નાખવામાં આવી રહ્યું છે. કહેવાઈ રહ્યંyં છે કે, બાબર પાસે ઓડી છે, ફલેટ છે, પ્લોટ છે પણ બાબર એટલું કમાય છે કે તે કોઈપણ શોરૂમમાં જશે તો તેને કરોડ બે કરોડની ગાડી ગિફ્ટમાં મળી જશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક