• શનિવાર, 13 જુલાઈ, 2024

સ્મૃતિ સતત ત્રીજી સદી 10 રને ચૂકી ભારતે આફ્રિકાનો 3-0થી સફાયો કર્યોં

ત્રીજા વન ડેમાં ભારતીય મહિલા ટીમનો 6 વિકેટે વિજય

બેંગ્લુરુ તા.23: સ્ટાર ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના વિશ્વ વિક્રમી સતત ત્રીજી સદી ફકત 10 રને ચૂકી ગઇ હતી. આમ છતાં ભારતીય મહિલા ટીમે સૂંપર્ણ વર્ચસ્વ સાથે ત્રીજો વન ડે મેચ 6 વિકેટે જીતીને દ. આફ્રિકાનો 3-0થી સફાયો કર્યોં હતો. પહેલા બે વન ડેમાં સદી કરનાર સ્મૃતિ આજે ત્રીજા મેચમાં 90 રને આઉટ થઇ હતી. પ્રથમ દાવ લેનાર દ. આફ્રિકાના પ0 ઓવરમાં 8 વિકેટે 21પ રન થયા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે 40.4 ઓવરમાં 4 વિકેટે 220 રન કરી પ6 દડા બાકી રાખી 6 વિકેટે વિજય પ્રાપ્ત કર્યોં હતો.

સ્મૃતિએ 83 દડામાં 11 ચોકકાથી 90 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. જયારે કપ્તાન હરમનપ્રિત 42 રને રનઆઉટ થઇ હતી. શેફાલી વર્મા 2પ, પ્રિયા પૂનિયા 28 રને આઉટ થઇ હતી. અને જેમિમા 19 રને નોટઆઉટ રહી હતી. અગાઉ આફ્રિકા તરફથી કપ્તાન લોરાના 61 અને તેજમિનના 38 રનથી પહેલી વિકેટમાં 102 રનની ભાગીદારી થઇ હતી. આ પછી આફ્રિકાની 10 વિકેટ 113 રનમાં પડી હતી. અરૂધંતી અને દીપ્તિને 2-2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક