• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પોર્ટૂગલ રાઉન્ડ-16માં: બેલ્જિયમની આશા જીવંત

યૂરો કપમાં પોર્ટૂગલનો તૂર્કિ સામે 3-0થી વિજય : રોમાનિયા સામે બેલ્જિયમની 2-0થી જીત

કોલોન (જર્મની) તા.23: મજબૂત બેલ્જિયમ ટીમે સફળ વાપસી કરીને રોમાનિયા સામે 2-0 ગોલથી જીત મેળવી નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રાખી છે. તો સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલે તૂર્કિને 3-0થી સજજડ હાર આપીને રાઉન્ડ-16માં પ્રવેશ કર્યોં છે.

રોમાનિયા સામેના મેચમાં યૂરી ટાયલેમેંસે ફકત 73 સેકન્ડમાં જ ગોલ કરીને બેલ્જિયમને શરૂઆતમાં જ 1-0ની સરસાઇ અપાવી હતી. જયારે કેવિન ડી બ્રાયને મેચની 80મી મિનિટે ગોલ કરીને બેલ્જિયમની 2-0થી જીત નિશ્ચિત કરી હતી. બેલ્જિયમની રોમાનિયા પરની જીતથી યૂરો કપના ગ્રુપ ઇમાં રોમાંચક સ્થિતિ ઉભી થઇ છે. તમામ 4 ટીમ 4-4 અંકની બરાબરી પર છે. યૂરો કપના ઇતિહાસમાં બે-બે મેચ પછી ચારેય ટીમ 4-4 પોઇન્ટની બરાબરી પર હોય. જયારે ગ્રુપ એફના મેચમાં તૂર્કિ વિરૂધ્ધ 3-0થી જીત મેળવી પોર્ટૂગલે નોકઆઉન્ટ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. આ મેચમાં રોનાલ્ડો જો કે કોઇ ગોલ કરી શકયો ન હતો. પોર્ટૂગલ તરફથી 21 અને પ6મી મિનિટે ગોલ થયા હતા. 28મી મિનિટે તૂર્કિના ખેલાડીએ આત્મઘાતી ગોલ કર્યોં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક