• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મંદિર હોય કે મસ્જિદ, રસ્તા વચ્ચેથી હટાવાશે

- બૂલડોઝર એકશન પર સુપ્રીમની રોક યથાવત : ગેરકાયદે બાંધકામ તોડતાં પહેલા પૂરતો સમય આપવા તાકીદ

 

નવી દિલ્હી, તા.1 : બૂલડોઝર એકશન પર પ્રતિબંધ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામો અંગે સખત ટિપ્પણી કરતા કહ્યું છે કે મંદિર હોય કે દરગાહ, રસ્તા વચ્ચે તે અવરોધ ન બની શકે તેને હટાવવામાં આવશે. જે સાથે કોર્ટે દેશરમાં બૂલડોઝર કાર્યવાહી પર લગાવેલી વચગાળાની રોક યથાવત રાખી હતી. દરમિયાન જો તોડફોડ કરવામાં આવી તો પીડિતની મિલકતનું રિ કન્સ્ટ્રક્શન થશે અને વળતર ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે બૂલડોઝર એકશન અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે રસ્તાની વચ્ચે ધાર્મિક બાંધકામ અયોગ્ય છે. પછી તે મંદિર હોય કે દરગાહ તેને હટાવવી જ યોગ્ય રહેશે. સાર્વજનિક સુરક્ષા સૌથી પહેલા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેંચે કહ્યું કે કોઈ પણ શખસ આરોપી કે દોષિત છે તો તે ડિમોલીશનનો આધાર ન બની શકે. દેશભર માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. જે સાથે કોર્ટે ચુકાદો અનામત રાખી, ત્યાં સુધી બૂલડોઝર એક્શન પર રોક યથાવત રાખી હતી.

કોર્ટે વધુમાં એવુ પણ કહ્યંy કે ગેરકાયદેસ બાંધકામ તોડતા પહેલા પુરતો સમય આપવામાં આવે જે જરૂરી છે. વર્ષમાં આશરે 4-પ લાખ ડિમોલિશનની કાર્યવાહી થાય છે. કોઈ ગુનાના આરોપી વિરુદ્ધ બૂલડોઝર એક્શનને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. સુનાવણી વખતે સોલિસિટર જનરલ તુષાર મેહતા યુપી, ગુજરાત અને એમપી તરફથી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં સવાલ ઉઠાવાયો કે શું આરોપી હોવું એ બૂલડોઝર એક્શનનો સામનો કરવાનો આધાર હોઈ શકે ? જેના પર મેહતાએ કહ્યું કે જરાય નહીં. રેપ કે આતંકવાદ જેવા કેસમાં પણ નહીં. સુપ્રીમ કહયું કે બૂલડોઝર એકશન પર રોકના આદેશની અવમાનના કરનારાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. જસ્ટિસ કેવી વિશ્વનાથને કહ્યું કે નિર્માણ ભલે કાયદેસર ન હોય પરંતુ બૂલડોઝર કાર્યવાહી બાદ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને રસ્તા ઉપર જોવા યોગ્ય લાગતું નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024