રાજસ્થાનના પેડલર પાસેથી ખરીદી કરી : જૂનાગઢના માંગરોળમાં સપ્લાય કરવાનો પ્લાન હતો
કોટડાસાંગાણી,
તા.30 : કોટડાસાંગાણી પાસેથી રૂ.9.21 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજકોટના કાપડના વેપારીને
રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. રાજસ્થાનના પેડલર ફયુમ પઠાણ પાસેથી વૃક્ષનો જથ્થો
લઈ જૂનાગઢના માંગરોળમાં સપ્લાય કરવા જતો હતો.
માહિતી
મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયાસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે
માદક પદાર્થનું વેચાણ કરતા શખસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આધારે રાજકોટ ગ્રામ્ય
જઘઋ પીઆઇ એફ.એ.પારગી ટીમ સાથે પેટ્રાલિંગમાં હતાં ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે,
સાહિલ ઉર્ફે રજાક ગોપલાણી પોતાની ફોર વ્હીલર કારમાં ગેરકાયદે નાર્કોટીક્સ માદક પદાર્થનો
જથ્થો રાખી કોટડાસાંગાણીથી ખરેડા ગામ થઇ ગોંડલ તરફ જઈ રહ્યો છે. આ હકીકતના આધારે કોટડાસાંગાણી
પાસે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારને અટકાવી કારચાલકને અટકમાં
લઈ નામ પૂછતા સાહિલ ઉર્ફે રજાક ફિરોઝ ગોપલાણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની કારની
તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો 92.160 ગ્રામ કિંમત
રૂ.9.21 લાખ, મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ.14.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ
તપાસમાં પકડાયેલો શખસ રાજકોટમાં કાપડનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે, તેમજ તે
રાજસ્થાનના ફયુમ પઠાણ પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતો હતો અને જૂનાગઢના માંગરોળના મોહમ્મદ
નામના શખસને સપ્લાય કરવાનો હતો.