ફરિયાદમાં સાક્ષી બનવા અને સરકારી ક્વાર્ટર મામલે અથડામણ થઇ : સુલતાનપુર પોલીસે મહિલા સહિત સાત સામે ગુનો નોંધ્યો
ગોંડલ,
તા.30: ગોંડલના ધરાળા ગામે જૂની અદાવતમાં સશસ્ત્ર મારામારી થતાં બે લોકો ગંભીર રીતે
ઘવાયા હતાં. ફરિયાદમાં સાક્ષી અને સરકારી કવાર્ટર મામલે મારામારી થઇ હતી. સુલતાનપુર
પોલીસે મહિલા સહિત સાત શખસ સામે ગુનો નોંધ્યો હતો.
બનાવ
અંગે, ગોંડલના ધરાળા ગામે રહેતાં ભાવેશભાઈ અરાવિંદભાઈ બગડાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી
તરીકે આશિષ ઉર્ફે હેમાંશુ વસંત ચાવડા, ભાનુબેન વસંત ચાવડા વિશાલ મનુ મારુ, વસંત ભુરા
ચાવડા અને વિનોદ ભુરા ચાવડાનું નામ આપી જણાવ્યું હતું કે, તે તેમના માતા તથા નાની સાથે
મામાના ગામ ધરાળા રહે છે. ગઇ તા 27ના સાંજના સમયે આશીષ ઉર્ફે હેમાંશુ ચાવડાએ ધારીયુ
માર્યું હતું. ત્યારે આશીષના માતા ભાનુબેન, અમરેલીના બાદલપુરનો વિશાલ મારૂ, વસંત ચાવડા
તેનો ભાઈ વિનોદ તથા વસંતનો દિકરો આશિષે માર માર્યો હતો. તેમજ તેને મારી નાખવાની ધમકી
આપી હતી. બાદમાં સારવારમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો.
વધુમાં
બનાવના કારણ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે અગાઉ એક કેસમાં સાક્ષી હતો, જેનો ખાર
રાખી આ હુ મલો કરાયો હતો. જ્યારે સામાપક્ષે
ગોંડલના ધરાળા ગામે રહેતાં વસંત ભુરાભાઈ ચાવડાએ આરોપી તરીકે હરેશ પ્રેમજી ચાવડા અને
ભાવેશ અરાવિંદ બગડાનું નામ આપી વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારી આવાસની વાતનું
મનદુ:ખ ચાલતું હોવાથી મારામારી થઇ હોવાનું જણાવાયું છે. સામસામી ફરિયાદ પરથી સુલતાનપુર
પોલીસે એક મહિલા સહિત સાત શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.