• શનિવાર, 13 જુલાઈ, 2024

રાજકોટમાં બિલ્ડરના ઘરે લૂંટ કરનાર યુવતી સહિત ત્રણ જૂનાગઢથી ઝડપાયા

રૂ.15.25 લાખની લૂંટ કરી હતી, જૂનાગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લેવામાં પોલીસને સફળતા 

રાજકોટ, તા.7 : યુનિ.રોડ પરના ઈન્દિરા સર્કલ પાસેના કોહીનુર એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડરની પત્ની-પુત્રને બંધક બનાવી રૂ.1પ.રપ લાખની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે જુનાગઢની ધર્મશાળામાં યાત્રાળુ બનીને છુપાયેલી યુવતી સહિતની લુટારુ ત્રિપુટીને ઝડપી લઈ રોકડ-દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ઈન્દિરા સર્કલ પાસે આવેલા કોહીનુર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા બિલ્ડર રાજેન્દ્રભાઈ વૃજલાલ અનડકટને ત્યાં ચાર માસથી ઘરકામ કરતી નોકરાણી સુશીલા નેપાળીએ બિલ્ડર રાજેન્દ્રભાઈના પુત્ર અસીમને ભોજનમા ઘેની પદાર્થ ખવડાવી બેભાન બનાવી દીધા બાદ બિલ્ડરના પત્ની ઉર્વશીબેનને મારકુટ કરી બંધક બનાવી બાથરૂમમાં પુરી દીધા હતા અને નોકરાણી સુશીલા નેપાળીએ બોલાવેલા સાગરીત સાથે મળી કબાટમાંથી રૂ.3 લાખની રોકડ અને 30 તોલા સોનાના દાગીના અને રૂ.રપ હજારની કીમતનો મોબાઈલ મળી કુલ રૂ.1પ.રપ લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનો બનાવ બનતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી.

આ અંગેની જાણ થતા પોલીસ કમીશનર રાજુ ભાર્ગવ તથા ડીસીપી સુધીર દેસાઈ, ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પી.એન.ગોહીલ, પીઆઈ વાય.બી.જાડેજા, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા તથા પીઆઈ બી.ટી.ગોહીલ, પોસઈ એમ.જે.હુણ  તથા સ્ટાફ દોડી ગયા હતા અને હાથ ધરેલી તપાસમાં ઉર્વશીબેન અનડકટને ત્યાં ચાર માસથી ઘરકામ માટે સુશીલા નેપાળી કામ કરતી હતી અને 1પ દિવસથી ઉર્વશીબેન સાથે જ રહેતી હતી. ઉર્વશીબેન અને પુત્ર અસીમ પર હુમલો કરી બંધક બનાવી સુશીલા નેપાળીએ તેના સાગરીત સાથે મળી લૂંટ ચલાવી હતી અને મહામહેનતે ઉર્વશીબેને બંધન છોડી તેના ભત્રીજા ઋષીને ફોનથી જાણ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવના પગલે પોલીસે સુશીલા નેપાળી અને સાગરીતની શોધખોળ શરૂ કરી હતી અને વૈશાલીનગરમાં ભંરવાડ પરિવારને ત્યાં ભાડાની ઓરડીમાં રહેતી હોવાનું ખુલ્યું હતું અને પોલીસે તપાસ કરતા ત્યાથી સુશીલા અને તેની સાથેનો શખસ કપડા સહિતનો સામાન લઈને ફરાર થઈ ગયાનું ખુલ્યું હતું અને ગોંડલ ચોકડી સુધી રિક્ષામાં ગયા બાદ ત્યાંથી ખાનગી બસ કે અન્ય વાહન મારફત નાસી છુટયાનું ખુલ્યું હતું.

દરમિયાન ક્રાઈમ બ્રાંચ-એસઓજી તથા એલસીબી-ર ના સ્ટાફની છ ટીમ દ્વારા જુનાગઢ સુધી પગેરુ લંબાવવામાં આવ્યું હતું અને હોટલો-ગેસ્ટહાઉસ તથા ધર્મશાળામાંઓમાં સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રાજકોટ પોલીસની બે દિવસની મહેનત રંગ લાવી હતી અને એક ગેસ્ટ હાઉસમાંથી સુશીલા તથા તેની સાથેના પવન અને નેત્રાને ઉંઘતા ઝડપી લઈ રોકડ-દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જુનાગઢથી નેપાળ નાસી છુટવાની પેરવીમાં રહેલ લુંટારુ ત્રીપુટી ઉધતી ઝડપાઈ ગઈહતી.પોલીસે વધુ તપાસહાથધરી હતી તેમજ આ પ્રકરણ સંદભેની વધુ વિગત પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યંy છે.

ઇ-પેપરના નવા શુલ્ક