રાજકોટ:
રામસિંગભાઇ રૂગનાથભાઇ પરમાર (બટુકભાઇ) તે મયુરભાઇ, પ્રફુલભાઇના પિતાનું તા.24ના અવસાન
થયું છે. બેસણું તા.27નાં સાંજે 4 થી 6 ખાદીગ્રામ ઉદ્યોગ મંદિર, પેડક ગેટની અંદર, રાજકોટ
છે.
મોરબી:
મુળ ગામ નારણકા નિવાસી હાલ મોરબી સ્વ. વશરામભાઇ ચકુભાઇ માણેકના પુત્ર મનહરલાલ વશરામભાઇ
માણેક (ઉ.73) તે સ્વ. ધીરજલાલ, સ્વ. જયંતીલાલના નાના ભાઇ, વિશાલભાઇ, પ્રિતીબેન જતીનભાઇ
રાજદેવ, શીતલબેન સમીરભાઇ પોપટના પિતા, મોરબી નિવાસી વિઠ્ઠલદાસ મહાદેવભાઇ મીરાણીના જમાઇનું
તા.24ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.27નાં સાંજે 5 થી 6 રામેશ્વર
મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, શુભ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી છે.
ડેડાણ:
વજીરખાં ચાંદખાં પઠાણ (ઉ.65) તે સાજીદખાં, ઇસુબખાં, મુસ્તાકખાં, ઇમરાનખાંના પિતા, નાસીરખાન,
રસુલખાન (નાજ હોટલ), જાવેદખાન (નાજ પાન)ના કાકા, ગુલાબભાઇ ખોખરના સાળા, હિંમતખાં જમાલખાં
પઠાણના મોટા બાપાના દીકરાના ભાઇનું તા.24ના અવસાન થયું છે. જિયારત તા.27ના સવારે
10 કલાકે જુમ્મા મસ્જિદ- ડેડાણ છે. બહેનો માટે તેમના નિવાસ સ્થાને મધ્ય સહકારી બેંકની
સામે, ડેડાણ છે.
રાજકોટ:
અમરેલી નિવાસી હસમુખભાઈ (િદલીપકુમાર) છોટાલાલ જાટકિયા તે ગીતાબેનના પતિ, તુષાર તથા
અવનીબેન મોટાણીના પિતા, ડો.હેમલકુમાર અને આરતીના સસરા, શાંતિલાલ ઝવેરચંદ ગોડા (દેસાઈ)ના
જમાઈનું તા.રપ ના અવસાન થયું છે.