આ ખરડો પસાર થઈ જાય તો અમેરિકામાં નોકરી કરવાનાં ભારતીયોનાં સપના તૂટશે
નવી
દિલ્હી, તા.2પ: અમેરિકામાં ભારતીયોની નોકરી ઉપર મોટો ખતરો સર્જાય તેવા એક ઘટનાક્રમમાં
અમેરિકાની સંસદમાં એચ-1બી વિઝા ઉપર ત્રણ વર્ષ માટે રોક લગાવતું વિધેયક પેશ થઈ ગયું
છે. જો આ ખરડો પસાર થઈ જશે તો ભારતીયોની નોકરી જોખમાશે. વર્ષ 2022-23નાં આંકડા જોવામાં
આવે તો અમેરિકાનાં એચ-1બી વિઝા પ્રાપ્ત કરનારા લોકોમાં 72 ટકા ભારતીયો હતાં. જો આ વિઝા
ઉપર રોક મૂકવામાં આવે તો અમેરિકામાં નોકરી કરવાનાં ભારતીયોનાં સપના ચકનાચૂર થઈ જશે.
રિપબ્લિકન
પાર્ટીનાં સાંસદોનાં એક સમૂહે કોંગ્રેસ(અમેરિકી સંસદ)માં એચ-1બી વિઝા કાર્યક્રમને ત્રણ
વર્ષ માટે સ્થગિત કરવાંની માગણી કરતું વિધેયક રજૂ કર્યુ છે. રિપબ્લિકન પાર્ટીનાં સાંસદોનો
તર્ક એવો છે કે, આ કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકી કામદારોનાં સ્થાને સસ્તા વિદેશી
કર્મચારીઓ લાવવામાં આવે છે. એરિઝોનાનાં સાંસદ એલી ક્રેને આ ખરડો દાખલ કર્યો છે અને
તેને અન્ય સાત રિપબ્લિકન સાંસદોનું સમર્થન છે.
આ વિધેયકમાં એચ-1બી વિઝા કાર્યક્રમમાં ઘણાં સુધારાનો પ્રસ્તાવ છે. જેમાં વાર્ષિક
આવક મર્યાદાને 6પ હજારથી ઘટાડીને 2પ હજાર કરવા, ન્યૂનતમ વેતન 2 લાખ અમેરિકી ડોલર પ્રતિ
વર્ષ નિર્ધારિત કરવા અને એચ-1બી વિઝા ધારકોને પોતાનાં આશ્રિતોને અમેરિકા લાવવા અનુમતી
નહીં આપવાની જોગવાઈ સામેલ છે.