ચારણના
દંગાના ઝૂંપડાઓની નજીક આવેલી ઝાડી ઝાંખરા વચ્ચે ડ્રોન પટકાયું, સદ્ભાગ્યે જાનહાનિ ટળી
: સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો: લોકોમાં અફરાતફરી
પોરબંદર
તા.8 : પોરબંદરના એરપોર્ટ અને કોસ્ટ ગાર્ડના રેસીડેન્સીયલ એરિયા વચ્ચે આવેલ ચારણના
દંગા નજીક બપોર બાદ ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન (ડ્રોન)તાલીમી ઉડાન દરમિયાન ક્રેશ
થતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
દરિયા
સુરક્ષા માટે નૌસેનામાં તાજેતરમાં સામેલ કરાયેલું ડ્રોન વિમાન હર્મીસ 900/ અદાણી દૃષ્ટિ-10,
સ્ટારલાઈનર તાલીમી ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ડ્રોન ક્રેશ થયું હતું. ડ્રોન
ચારણના દંગાના ઝૂંપડાઓની નજીક આવેલી ઝાડી ઝાંખરા વચ્ચે પટકાયું હતું. ચારણના દંગા એ
ચારણ માલધારી પરિવારોનો વસવાટ છે જ્યાં મોટી સંખ્યામાં કાચા ઝૂંપડા અને પશુઓ છે.
ડ્રોન
પડવાના અવાજથી માલધારી પરિવારોમાં નાસભાગ મચી ગઈ હતી.દરિયા સુરક્ષા અને દરિયાઈ સરહદની
દેખરેખ માટે નૌસેનાએ આ ડ્રોનને તાજેતરમાં જ પોતાના (જુઓ પાનું 8)
કાફલામાં
સામેલ કર્યું હતું. ઇઝરાયેલની એલબિટ સિસ્ટમ સાથે ભાગીદારીમાં અદાણી ડિફેન્સ દ્વારા
ભારતમાં બનાવવામાં આવેલુ આ મેલ ડ્રોન છે. ઘટના સ્થળની બિલકુલ બાજુમાં જ કોસ્ટ ગાર્ડનો
રેસિડેન્સીયલ એરિયા આવેલો હોવાથી મોટી જાનહાનિની શક્યતા હતી પરંતુ સદનસીબે કોઈને ઈજા
કે જાનહાની નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પશુને પણ નુકસાન થયું નથી.
ઘટનાની
જાણ થતાં જ ધરમપુર પોલીસ, નૌસેના અને કોસ્ટગાર્ડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી
ગયા હતા. લોકોના ટોળેટોળા એકત્ર થયા હોવાથી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો
હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રોનના કાટમાળને સુરક્ષિત કરીને
ટેકનિકલ ખામીનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.