ખામેનીની
દફનવિધિનાં આગલા દિવસે જ યુધ્ધવિરામનો કચ્ચરઘાણ
અમેરિકા-ઈરાનનાં
સામસામે હુમલા : ટ્રમ્પે કહ્યું, શાંતિની વાટાઘાટો સમયની બરબાદી : અમેરિકા ગમે ત્યારે
મોટો હુમલો બોલાવવાની તૈયારીમાં
નવીદિલ્હી,તા.8:
ઈઝરાયલ અને અમેરિકાએ જેમનું મૃત્યુ થયું હતું એ ઈરાનનાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી
ખામેનીની આવતીકાલે દફનવિધિ થાય તે પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી યુદ્ધવિરામની
સમજૂતીનું નિકંદન નીકળી ગયું છે. હોર્મુઝ જળમાર્ગમાં કતાર અને સાઉદીનાં જહાજો ઉપર હુમલાની
ઘટનાને પગલે અમેરિકાએ ફરીથી ઈરાન ઉપર હુમલો શરૂ કરી દીધો હતો અને જવાબી કાર્યવાહીમાં
ઈરાને પણ અમેરિકાનાં સૈન્ય મથકોને નિશાન બનાવવા માંડયા હતાં.
ખાડીમાં
ફરીથી ભડકેલી યુદ્ધની આશંકાને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિની મહોર
મારી દીધી હોય તેમ કહ્યું હતું કે, ઈરાન સાથે યુદ્ધવિરામનો અંત આવી ગયો છે અને શાંતિની
વાટાઘાટો સમયની બરબાદી છે. આટલું જ નહીં, ટ્રમ્પે આજે રાતે ઈરાન ઉપર ભીષણ હુમલો બોલાવવાની
ધમકી પણ આપી દીધી હતી. ટ્રમ્પે અંકારામાં નાટો શિખર સંમેલન દરમિયાન ઈરાનને ધમકી સાથે
ઘોષણા કરી હતી કે, ઈરાન રોજ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે અને આજે રાતે ફરીથી અમેરિકા
હુમલો બોલાવશે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન ઉપર અમેરિકાનાં હુમલા હોર્મુઝમાં વ્યાવસાયિક
જહાજો ઉપર સતત કરવામાં આવતાં હુમલાની જવાબી કાર્યવાહી છે. આ જહાજો ઉપર ડ્રોન અને મિસાઈલોથી
(જુઓ પાનું 8)
હુમલા
કરવામાં આવ્યા હતાં. હવે અમેરિકા નાગરિકો સંબંધિત બુનિયાદી ઢાંચાને પણ નિશાન બનાવી
શકે છે. આટલું જ નહીં, યુદ્ધ વધુ ભડકવાની ભીતિ વધુ ડરામણી બને તેવી ચેતવણીમાં ટ્રમ્પે
કહ્યંyં હતું કે, અમેરિકાની સેના હવે ખાર્ગ દ્વીપ ઉપર કબજો કરવાનો પ્રયાસ પણ કરી શકે
છે.
ઉલ્લેખનીય
છે કે, અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગમાં ત્રણ જહાજો ઉપર હુમલા બાદ આજે સવારનાં ઈરાન
ઉપર હુમલા કર્યા હતાં અને ઈરાનને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ છૂટથી વેચવાની અનુમતિનો
પરવાનો પણ રદ કરી નાખ્યો હતો.
ઈરાને
અમેરિકાની આ કાર્યવાહીનાં જવાબમાં બહેરીન અને કુવૈતમાં હુમલા કર્યા હતાં. ઈરાની રિવોલ્યુશનરી
ગાર્ડ્સે કહ્યું હતું કે, બહેરીન અને કુવૈતમાં 8પ અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં
આવ્યા છે. આ કાર્યવાહી અમેરિકાએ કરેલા યુદ્ધવિરામ ભંગનાં જવાબમાં કરવામાં આવી છે.
તેલના
ઘટતા ભાવ અટકાવવા હુમલા ?
ક્ષ ઈરાન દ્વારા હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર હુમલા
પાછળના હેતુ વિશે અનેક અટકળો
નવી
દિલ્હી, તા. 8 : ઈરાન દ્વારા તાજેતરમાં ત્રણ તેલ અને ગેસ ટેન્કરોને નિશાન બનાવ્યા બાદ
આ હુમલા પાછળના હેતુ વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે, આનો
હેતુ ફક્ત લશ્કરી કે વ્યૂહાત્મક જ નહીં, પણ વૈશ્વિક તેલ બજારને અસર કરવાનો પણ હોઈ શકે
છે.
એક
મીડિયા હેવાલ મુજબ, ઈરાનના હુમલા પાછળ બીજું એક કારણ એ બહાર આવી રહ્યું છે, જેને ઘણા
નિષ્ણાતો અને વિશ્લેષકો ષડયંત્ર સિદ્ધાંત તરીકે જોઈ રહ્યા છે. આ સિદ્ધાંત મુજબ, ઈરાન
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રાખવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે.
એવું
માનવામાં આવે છે કે, જો આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ ઊંચા રહે તો ઈરાનને આર્થિક રીતે
ફાયદો થઈ શકે છે. આ કારણોસર, કેટલાક લોકો દાવો કરે છે કે, ઈરાને જાણી જોઈને આ હુમલો
કર્યો હતો જેથી વૈશ્વિક (જુઓ પાનું 8)
તેલના
ભાવમાં ઘટાડો અટકાવી શકાય અને તેના તેલ વેચાણને ફાયદો થાય.
આ દાવાને
એ હકીકતથી વધુ મજબૂતી મળે છે કે, લગભગ 26 વર્ષ પછી સાઉદી અરેબિયાએ તેના ક્રૂડ ઓઇલના
ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવાના નિર્ણયના થોડા સમય પછી આ હુમલો કર્યો હતો. કેટલાક વિશ્લેષકો
માને છે કે, સાઉદી ટેન્કરને નિશાન બનાવવું એ નિર્ણયનો પ્રતિભાવ હોઈ શકે છે.
બીજો
દ્રષ્ટિકોણ સૂચવે છે કે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના કટ્ટરપંથી
જૂથો યુદ્ધવિરામ ભંગ જોવા માગે છે. તેમનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ
સ્થાપિત કરવાનો હોઈ શકે છે. જો કે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને હાલમાં
વિશ્લેષકો દ્વારા તેને સંભવિત અર્થઘટન તરીકે જોવામાં આવી રહી છે.
નોંધનીય
છે કે, ઈરાન દ્વારા હુમલો કરાયેલા ત્રણ ટેન્કરોમાં કતારના એલએનજી ટેન્કર અલ રેકાયત,
સાઉદી ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર વેદ્યાન અને લાઈબેરિયન ધ્વજવાળા ટેન્કરનો સમાવેશ થાય
છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર સાર્વભૌમત્વ અને નિયંત્રણનો દાવો કરે છે.