• ગુરુવાર, 09 જુલાઈ, 2026

શેરબજારમાં ‘બુંધ’વાર

 સેન્સેક્સમાં 1977 અંકની મોટી પછડાટ

  રોકાણકારોના 8.97 લાખ કરોડ સાફ : યુદ્ધવિરામ સમાપ્તના ટ્રમ્પના વિધાને શેરબજારોમાં લાવી મંદીની સુનામી

મુંબઈ, તા.8 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે યુદ્ધ વિરામ સમાપ્ત થયાની ઘોષણા સાથે જ શેરબજારો ઊંધામાથે પટકાયાં હતાં. સેન્સેક્સ ભારે કડાકા બાદ 1677.12 અંક ગગડી જતાં રોકાણકારોના 8.96 લાખ કરોડની મૂડીનો સફાયો થયો હતો. નિફ્ટી 517 અંક તૂટયો હતો.

ટ્રમ્પની જાહેરાત સાથે જ ક્રૂડતેલના ભાવમાં જજોરદાર ઊછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં નેગેટીવ ટ્રેન્ડ વચ્ચે પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળાં પૂર્વાનુમાન અને પરિણામો પહેલાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મમળતાં તેમણે સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

કારોબારના અંતે 30 શેરનો સેન્સેક્સ 1677.12 અંક (2.15 ટકા) તૂટીને 76503.60ની સપાટીએ બંધ રહ્યો તે પહેલાં એક તબક્કે 1921.69 અંક જેટલો ગગડીને 76259.03ની નીચે સપાટીને

સ્પર્શ્યો હતો.

પ્રમુખ ટ્રમ્પના એક વાક્યે ભારતીય બજારોને બપોરે 1ને 44 મિનિટથી ફ્રી ફોલનો અનુભવ કરાવ્યો એમાં બુધવારે નિફ્ટી 24399વાળો 24260 ખુલી 24300ના સાડાઅગિયાર સુધીમાં જોવા મળેલા દૈનિક હાઇના લેવલથી 23805 સુધી બપોરે ત્રણ સુધીમાં ગગડી છેવટે  517 પોઇન્ટ્સ, 2.12 ટકા ગુમાવી 23882 બંધ હતો. આમ એક જ સપાટામાં 24287નું બોટમ તૂટ્યું હતુ. આ વર્ષે નિફ્ટી 19મી માર્ચના રોજ 776 પોઇન્ટ્સ, 3.26 ટકા ઘટી ગયો હતો અને ત્યારે પણ આવા જ કારણો હતા. શેરબજારો ઉપરાંત ક્રૂડ ભડકીને 71 ડૉલરથી વધીને 74-75 ચાલતું હતુ એ 79 ડૉલર થઇ ગયુ હતું. (જુઓ પાનું 8)

એશીયન બજારોમાં ચીનનો શાંધાઇ કંપોઝીટ વધુ 0.49 ટકા ઘટી 3970, જાપાનનો નિક્કાઇ 225 ઇન્ડેક્સ વધુ 2.11 ટકાના ગાબડાંએ 66819, ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 આંક 0.21 ટકાના લોસે 8785, તાઇવાનનો ટીડબલ્યુએસઇ 0.56 ટકા સુધરી 45734 અને દ.કોરિયાનો કોસ્પી કંપોઝીટ તો વધુ ઘટી આજે પણ સૌથી વધુ ઘટી 5.35 ટકાના લોસે 7247ના સ્તરે ઉતરી ગયો હતા. જોકે હોંગકોંગનો હેંગસેંગ 2.99 ટકા ઉછળી 24199ના સ્તરે વિરમ્યો હતો.

નિફ્ટીના 50માંથી  માત્ર 4 શેરો જ વધીને બંધ રહ્યા હતા. બાકીના 46 ઘટ્યા તેમાંથી એચડીએફસી બેન્કે 67, આઇસીઆઇસીઆઇ બેન્કે 50 અને રિલાયન્સે 50 પોઇન્ટ્સ ઘટાડ્યા હતા.

ક્લીન મેક્સે ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) કામકાજમાં દસગણી વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું અને ડેટા સેન્ટરમાંથી 43 ટકા આવક વધવાનું લક્ષ્ય રાખ્યું હોવાનું જણાવ્યાના પગલે શેરનો ભાવ 1.50 ટકા ઘટીને રૂ. 1255 બંધ હતો. ક્નેક પેકાજિંગનો શેર બીએસઈ પર પ્રતિશેર રૂ. 170ના ઇશ્યૂ ભાવની સરખામણીએ રૂ. 186 પર લિસ્ટ થયા પછી ઇસ્યૂ ભાવથી 7.47 ટકા પરંતુ લીસ્ટીંગ ભાવથી 1.77 ટકા ઘટીને રૂ. 182.70 બંધ હતો.

ઇ-પેપરના નવા શુલ્ક