• ગુરુવાર, 09 જુલાઈ, 2026

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન

ભારે વરસાદ બાદ પ્રશાસન અને નેતાઓ એક્શન મોડમાં; ચરખડિયા સહિત અનેક ગામોમાં ખેતરો ધોવાયા

અમરેલી, સાવરકુંડલા તા.8: અમરેલી જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા અનરાધાર વરસાદને કારણે ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પૂરને લીધે સાવરકુંડલા, ધારી, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોના માર્ગોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં

આવી છે.

કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરીએ જણાવ્યું કે 42 જેસીબી, 18 ડમ્પર અને 60થી વધુ શ્રમિકોની મદદથી બંધ થયેલા રસ્તાઓ પૈકી 11 મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લા કરાયા છે. આગામી 48 કલાકમાં તમામ 78 ક્ષતિગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરાશે.

બીજી તરફ, ચોમાસાના આ પ્રથમ વરસાદે જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતરો જળમગ્ન બન્યા છે અને સ્થાનિક    (જુઓ પાનું 8)

નદીઓના પૂરના કારણે મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. સાવરકુંડલાના બિન-પિયત વિસ્તાર એવા ચરખડિયા ગામે ખેડૂતોએ કરેલું આગોતરું વાવેતર અને બિયારણ સંપૂર્ણપણે ધોવાઈ જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આ આફત વચ્ચે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્ર પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાએ ગ્રામ્ય વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે જ્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા અને મહેશ કસવાળા સહિત સ્થાનિક સરપંચોએ સરકારને પત્ર લખીને વહેલી તકે સરવે કરાવી ખેડૂતોને આર્થિક સહાય આપવાની ઉગ્ર રજૂઆત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક