• ગુરુવાર, 09 જુલાઈ, 2026

નિજ્જરની હત્યામાં ભારતનો હાથ નહીં : કેનેડાનો સ્વીકાર

અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ બિશ્નોઈ, બરાડ અને ભગવાનપુરિયા ગેંગ ઉપર સકંજો કસ્યો : 24ની ધરપકડ

નવી દિલ્હી, તા. 8 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાના મામલે ભારત સામે પાયાવિહોણા આરોપ મૂકનારા કેનેડાને હવે હકીકત સ્વીકારવી પડી છે. કેનેડીયન પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2023માં થયેલી નિજ્જરની હત્યામાં ભારત સરકાર કે તેના અધિકારી સામેલ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ મોટો ખુલાસો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના ન્યાય વિભાગે થોડા દિવસ અગાઉ સાર્વજનિક કરેલા પોતાના દસ્તાવેજમાં નિજ્જરની હત્યા માટે જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જવાબદાર ઠેરવ્યો હતો. બીજી તરફ અમેરિકા, કેનેડા અને યુરોપની (જુઓ પાનું 8)

એજન્સીએ ઓપરેશન હાર્ડ બોલ હેઠળ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ ઉપર સકંજો કસતા 24 શખસની ધરપકડ કરી હતી.

કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોએ લગભગ ત્રણ વર્ષ પહેલા દાવો કર્યો હતો કે સુરક્ષા એજન્સી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંલિપ્તતાના વિશ્વસનિય આરોપો ઉપર તપાસ કરી રહી છે. ભારતે ટ્રૂડોના દાવાને બેતૂકા અને પ્રેરિત બતાવીને ફગાવ્યા હતા. તેમ છતાં બન્ને દેશો વચ્ચેના કુટનીતિક સંબંધો પ્રભાવિત થયા હતા. હવે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે કેનેડીયન ટીવી ચેનલને કહ્યું હતું કે પૂરી તપાસ અને મૂકવામાં આવેલા આરોપોમાં એવો કોઈ પુરાવો મળી આવ્યો નથી જેનાથી સાબિત થઈ શકે કે નિજ્જરની હત્યામાં ભારત સરકાર કે તેના અધિકારી સામેલ હોય અને તેઓને આરોપી બનાવવા પડે. આગળ કહેવામાં આવ્યું હતું કે તપાસ હજી પણ પણ ચાલી રહી છે પણ ભારત સરકારને જોડતી કોઈ વાત સામે આવી નથી.

આ દરમિયાન અમેરિકા, કેનેડા અને યુરોપની સુરક્ષા એજન્સીઓએ મળીને અપરાધીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ઓપરેશન હાર્ડ બોલ નામ હેઠળ થયેલી કાર્યવાહીમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ ગેંગના 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મોટા ઓપરેશનનાં માધ્યમથી હત્યા, માદક પદાર્થની તસકરી, બળજબરી વસૂલાત અને સીમા પાર હિંસામાં સામેલ ત્રણ મોટી સિન્ડિકેટની કમર તોડવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન એક મેટ્રીક ટન કોકેઇન, એક કિલો હેરોઇન, 40 હજાર અમેરિકી ડોલર રોકડ અને એક ડઝન હથિયાર જપ્ત થયા હતા. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ ઉપરાંત જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ ઉપર પણ સકંજો કસવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક