• શનિવાર, 18 જુલાઈ, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: ચંદ્રિકાબેન મનહરલાલ નીમાવતનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 881મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: ગુર્જર સુથાર મુળ ગામ વડિયા દેવળી હાલ રાજકોટ સ્વ.વલ્લભભાઈ કેશવજીભાઈ પંચાસરાના પત્ની રસીલાબેન (ઉં.78) તે નરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, કિશોરભાઈ વલ્લભભાઈ પંચાસરા, ચેતનાબેન જીતેન્દ્રકુમાર ભાડેશીયા, ભાવિકાબેન હિતેશકુમાર વડગામાના માતા, જ્યોતિબેન, ઉર્મિલાબેન, સ્વ.સુનીતાબેનના સાસુ, સ્વ.મનસુખભાઈ, પ્રવિણભાઈ વી.આમરણીયા, ભાનુબેન ભનુભાઈ બકરાણીયાના બહેન, સાકેત, સોહન, મીરલ, જેનીશ, મલયના દાદીમાનું અવસાન થયું છે. બેસણું-પ્રાર્થનાસભા તા.17ના સાંજે 4-30 થી 6, સાગર કોમ્યુનીટી હોલ, 3/4 ન્યુ પપૈયાવાડી, હરિદ્વાર સોસાયટી, 80 ફુટ રોડ, ગોંડલ રોડ, રાજકોટ છે. કેશોદમાં બેસણું, પ્રાર્થનાસભા તા.18ના સાંજે 4-30 થી 5-30, વિશ્વકર્મા સમાજ, મહેન્દ્રસિંહજી ચોક, કેશોદ છે.

જૂનાગઢ: અમરશીભાઈ રણછોડભાઈ ચાપાનેરા (ઉં.80) તે જીતેશભાઈના પિતા, વિશેષભાઈના દાદાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4 થી 6, સત્સંગ હોલ, આશીર્વાદ સોસાયટી, કલેક્ટર ઓફિસ સામે, જૂનાગઢ છે.

જેતપુર: ચંદુલાલ દેવચંદભાઈ સોનપાલ (ઉં.70) તે કેશવલાલ (તાલાલા ગિર), સ્વ.મથુરાદાસભાઈ, લીલીબેન દિનેશભાઈ કારીયા (વેળવા)ના ભાઈ, રંજનબેન કીરણભાઈ છગ (ડોળાસા), રેખાબેન હિતેશકુમાર સાતા (જૂનાગઢ), લલીતભાઈ, જીતુભાઈના પિતા, દિનેશભાઈ બચુભાઈ ખંધેડીયા (જૂનાગઢ)ના બનેવીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે 4 થી 6, ત્રિનેત્ર મંદિર, કોઠડીયા વાડીની બાજુમાં, જેતપુર છે.

રાજકોટ: મુળ ગામ પડધરી હાલ રાજકોટ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.પ્રવીણચંદ્ર માધવજીભાઈ દવેના પત્ની કુંદનબેન (ઉં.73) તે સ્વ.હરિલાલ વજેશંકર પંડયાના પુત્રી (કોટડાનાયાણી)વાળા, દીપકભાઈ, સ્વ.હિતેશભાઈ, વર્ષાબેન સંજયકુમાર મહેતા, પૂનમબેન કશ્યપભાઈ દવેના માતા, કિશોરભાઈ, સ્વ.કિરીટભાઈ અને સ્વ.હર્ષદભાઈના બહેનનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.17ના સાંજે 5 થી 6, રંગીલા મહાદેવ મંદિર, હસનવાડી, શાક માર્કેટવાળી શેરી, ત્રિશૂલ ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: દિનેશભાઈ હરિદાસ ચોલેરા (ઉં.65) તે સ્વ.હરિદાસભાઈ પરમાનંદદાસ ચોલેરાના પુત્ર, ગીતાબેનના પતિ, કલ્પેશભાઈના મોટાભાઈ, શગુનના મોટા પપ્પા, સ્વ.ભગવાનજીભાઈ જમનાદાસ સીમરીયાના જમાઈ, હરેશભાઈના બનેવીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5 થી 6, પારસ સોસાયટી કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ. પિયર પક્ષની સાદડી સાથે છે. મો.નં.99251 11101.

રાજકોટ: ઉષાબેન ભરતભાઇ મુછાળા (ઉ.65) તે ભરતભાઇ દ્વારકાદાસભાઇ મુછાળાના પત્ની, પારસ, હેતલ મનીષકુમાર પરીખના માતા, સ્વ. અરવિંદભાઇ, કિરીટભાઇ અને પંકજભાઇના ભાભી, નિખિલ અરવિંદભાઇ મુછાળાના ભાભુ, અંકિત, પુષ્ટી પારસભાઇ મુછાળાના દાદીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 5 થી 6 મોઢ બોર્ડિગ, 5 રજપૂતપરા, રાજકોટ છે.

તાલાલા ગિર: મુકતાબેન દુર્લભજીભાઇ કારેલીયા (ઉ.96) તે રમેશભાઇ, વિપુલભાઇના માતાનું તા.13મીએ અવસાન થયું છે.

રાજકોટ: ભરતકુમાર દિનેશચંદ્ર જાની (ઉ.76) તે જયશ્રીબેનના પતિ, સ્વ. છેલશંકર પંડયા (કુવાડવા)ના જમાઇ, દક્ષેશ, જીજ્ઞા અને નિખિલના પિતા, જીતેશકુમાર મહેતા (કાલાવડ)ના સસરા, વિજયભાઇ જાની, ભાવનાબેન ત્રિવેદી, ઇન્દુબેન ઠાકર, સ્વ. ગીતાબેન ઠાકર, સ્વ. જગદીશભાઇ જાની, સ્વ. બકુલભાઇ જાનીના મોટાભાઇનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16નાં સાંજે 4 થી 5 અરિહંત એવન્યુ-બી, પટેલ ચોક, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ છે.

પોરબંદર: સારસ્વત બ્રાહ્મણ હર્ષદભાઇ દ્વારકાદાસ સાતા તે દિલીપભાઇ, કમલેશભાઇના ભાઇ, ભાવિનભાઇ, નિરવભાઇ, શિવમભાઇ, શ્યામભાઇ અને હર્ષિતભાઇના કાકાનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16ના 5 થી 5-30 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

ધ્રોલ: મૂળ ધ્રોલના હાલ રાજકોટ કિરીટભાઇ ગણાત્રા તે સ્વ.  મોહનભાઇ ભવાનભાઇ ગણાત્રાના પુત્ર, ભરતભાઇના નાનાભાઇ, મુકેશભાઇ, જનકભાઇ, ભાવેશભાઇના મોટા ભાઇ, કાનજી રામજી બારાઇના જમાઇ, રાજ, શ્રધ્ધાબેન પુજારાના પિતા, કરણ પુજારા, વિજેતા ગણાત્રાના સસરાનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.17નાં સાંજે 4 થી 5 અમૃતેશ્વર મહાદેવ મંદિર ટોયરો શો રૂમ વાળી ગલીમાં રૈયા ટેલીફોન એકસચેન્જ સામે, રાજકોટ છે.

મોરબી: દોશી જયંતિલાલ શિવલાલ (ઉ.95) તે વનિતાબેનના પતિ, સ્વ. વિજય,સ્વ. જયેશ, અરૂણાબેન કિરીટકુમાર સંઘવી (મુંબઇ), કુમુદબેન ભૂપતભાઇ મહેતા (રાજકોટ), અમીતા, સ્વ. હિનાના પિતા અને સ્વ. રતિભાઇ, સ્વ. ત્રંબકભાઇના નાનાભાઇ, રશ્મિબેનના સસરા, મોક્ષેશ અને દિક્ષલના દાદા, મોરબી નિવાસી સ્વ. પ્રેમચંદ વખતચંદ મહેતાના જમાઇ, વિનુભાઇ, યશવંતભાઇના બનેવીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.17નાં સવારે 9 વાગ્યે જૈન દેરાસર, ઉપાશ્રય, દરબારગઢ તથા પ્રાર્થનાસભા સવારે 10 વાગ્યે શ્રી વિશાશ્રીમાળી જૈન સમાજની વાડી, મોરબી છે.

જૂનાગઢ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વિનોદરાય ધીરજલાલ જાની (રેકોર્ડ ઓફિસર કલાર્ક, કોર્ટ) (ઉ.86) તે રાજેશભાઇ અને મીનાબેન મહેતાના પિતા, દિલીપભાઇ, પ્રફુલ્લાબેન, દમયંતિબેન અને સ્વ. ભારતીબેનના મોટાભાઇનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 5 થી 6 શુભેશ્વર મહાદેવ મંદિર, જોષીપરા, ખલીલપુર રોડ, જૂનાગઢ છે.

મોરબી: શાન્તાબેન લવજીભાઇ કોઠીયા (ઉ.94) તે ભુદરભાઇ, જયંતીભાઇ, અનંતરાયભાઇના માતાનું તા.15નાં અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 8 થી 10 જય દ્વારકાધીશ એ.સી. હોલ, 2- એસ.પી. રોડ, મોરબી તેમજ તા.17નાં રાત્રે 8 થી 10 તેમના નિવાસસ્થાન ગામ પીપળીયા ખાતે છે.

રાજકોટ: શાન્તાબેન ચંદુલાલ આડેસરા (ઉ.80) તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદભાઇ આડેસરાના પત્ની, પંકજભાઇ, સંજયભાઇ, ઇલાબેન નિતિનકુમાર, રીટાબેન વિમલકુમારના માતા, શિવાની પ્રતિકકુમાર, આશીષ, કૌશિકના દાદી, ન્યારાવાળા સોની ડાયાલાલ દેવચંદભાઇ રાણપરાના પુત્રી, સ્વ. કૃષ્ણકાંતભાઇના બહેનનું  તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું સાથે તા.16ના સવારે 10-30 થી 12 વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક