• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ચોમાસું સત્રમાં મોદીરાજને ઘેરશે કોંગ્રેસ

સોનિયાનાં ઘરે સંસદીય સમિતિની બેઠક બાદ જયરામે કહ્યું, સીમાંકન સહિત ખરડાનો વિરોધ કરાશે

નવી દિલ્હી, તા. 16 સંસદનાં ચોમાસું સત્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા લવાશે તે પ્રમુખ વિધેયકોનો જોશભેર વિરોધ કરશે. વિપક્ષો સાથે મળીને વિધેયકો વિરુદ્ધ અવાજ ઉઠાવાશે.

કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનાં ઘરે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી પક્ષની સંસદીય રણનીતિ સમિતિની બેઠક બાદ પત્રકારોને સંબોધતાં પક્ષના મહામંત્રી જયરામ રમેશે જાણકારી આપી હતી.

ખાસ કરીને બંધારણીય સુધારા, સીમાંકન ખરડો સહિત વિધેયકોનો વિરોધ કરી કોંગ્રેસ સહિત વિપક્ષો મોદી સરકારને દોરશે.

જયરામે દાવો કર્યો હતો કે, 17 એપ્રિલના સરકાર સીમાંકન ખરડા પર બેતૃતીયાંશ બહુમત મેળવવામાં નિષ્ફળ રહી હતી. હવે બીજીવાર લાવવા માગે છે. કોંગ્રેસ વિધેયકનો વિરોધ કરશે.

19 જુલાઇના યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં સરકાર પાસેથી અંગે જાણકારી માગશું કે, સંસદનાં ચોમાસું સત્રમાં કયા વિધેયકો રજૂ કરાશે, તેવું રમેશે જણાવ્યું હતું.

કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, બેઠક હવે માત્ર ઔપચારિકતા બની ગઇ છે.

સીમાંકન વિધેયકનો પૂરાં જોશ સાથે વિરોધ કરવા માટે કોંગ્રેસ તમામ વિપક્ષોને એકજૂટ કરવાની કોશિશ કરી રહી છે, સાથે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ ચોમાસું સત્રમાં મગાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક