• શુક્રવાર, 17 જુલાઈ, 2026

92 તાલુકામાં મહેર ઃ સોના જેવો મેઘ વરસતા જગતનો તાત ખુશખુશાલ

રાજકોટ, બોટાદ અને અમરેલી વિસ્તારમાં વરસાદ

હજુ પણ જામનગર જિલ્લામાં મેઘરાજાની રાહ

રાજકોટ, તા.16 અષાઢ મહિનાના પ્રારંભ સાથે ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામવા માંડÎ છે અને પવિત્ર અષાઢી બીજના પાવન અવસરે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘકૃપા વરસી છે. કચ્છી માડુઓ જ્યારે પોતાનું નવું વર્ષ મનાવી રહ્યા છે, ત્યારે પહેલા રાઉન્ડમાં કોરાધાકોર રહેલા કચ્છ જિલ્લા સહિત રાજકોટ, જામનગર અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાંથી કાચું સોનું વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. આજે રાજ્યના 92 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 46 મિ.મી. (1.8 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ખાબક્યો છે. સિવાય સુરતના માંગરોળ અને બારડોલીમાં 38 મિ.મી. (1.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 35 મિ.મી. (1.3 ઈંચ) તેમજ ભરૂચના નેત્રંગમાં 29 મિ.મી. (1.1 ઈંચ) વરસાદ પડÎ છે.

બીજી તરફ, અમરેલી જિલ્લામાં અષાઢી બીજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે બફારા બાદ અમરેલી, સાવરકુંડલા, લીલિયા, લાઠી, જાફરાબાદ, ધારી, રાજુલા અને બાબરા સહિતના પંથકમાં અડધા ઇંચ સુધીનો વરસાદ પડÎ હતો. અમરેલી શહેરમાં અચાનક ધોધમાર 10 મિ.મી. વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા, જ્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ અને લાઠી પંથકમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રો ઉત્સાહિત બન્યા છે.

રીતે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તથા જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં અવિરત પડેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે, ખુશીની વચ્ચે જામનગર પંથકમાં હજી પણ ચિંતાજનક માહોલ છે, જ્યાં જામનગર શહેર અને જોડિયા-જામજોધપુર તાલુકા સંપૂર્ણ કોરા રહ્યા છે અને માત્ર લાલપુરમાં 8 મિ.મી. તેમજ ધ્રોલમાં 4 મિ.મી. જેવો નજીવો વરસાદ નોંધાયો છે, જેથી વાવણી બાદ વરસાદ ખેંચાતા અને અસહ્ય બફારા વચ્ચે હાલારીઓ હવે મેઘરાજા મન મૂકીને વરસે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક