• શુક્રવાર, 17 જુલાઈ, 2026

હોર્મુઝ પર ભારતીય નાવિકો નહીં

યુદ્ધથી તાણ ભારત સરકારે સુરક્ષા માટે તૈનાત નહીં કરવા કડક નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, તા. 16 અમેરિકા-ઈરાન યુદ્ધથી વકરેલી તાણ વચ્ચે ભારત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. ભારતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોમાં ભારતીય નાવિકોની તૈનાતી પર રોક મૂકી દીધી છે.

સરકારે શિપિંગ કંપનીઓ માટે એક એડવાઈઝરી જારી કરીને હોર્મુઝ જળમાર્ગથી પસાર થતાં કોઈ પણ જહાજ પર ભારતીયોની તૈનાતી કરવા તાકીદ કરી હતી.

અત્યાર સુધી 14 ભારતીયોનાં મોત થઈ ચૂક્યાં છે. હકીકતને ગંભીરતાથી ધ્યાને લેતાં મેરિટાઈમ એડમિનિસ્ટ્રેશન (દરિયાઈ વહીવટ)ના મહાનિર્દેશકની કચેરીએ જહાજ  માલિકો, જહાજ પ્રબંધન કંપનીઓને કડક નિર્દેશ આપ્યો છે.

કચેરીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત હોર્મુઝ ક્ષેત્રમાં વેપારી જહાજો પર સતત હુમલા જોતાં ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફેંસલો લેવાયો છે.

ખાડી ક્ષેત્રમાં ગતિભેર બદલતી પરિસ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે, તેવું પોસ્ટમાં જણાવાયું હતું.

ઈરાન પર 28 ફેબ્રુઆરીના અમેરિકા અને ઈઝરાયલના હુમલા શરૂ થયા. ત્યારથી અત્યાર સુધીમાં 14 ભારતીયો જીવ ખોઈ ચૂક્યા છે.

સરકારે નૌકાવહન સંબંધિત તમામ ચેતવણીઓ તેમજ નિર્દેશોનું કડકપણે પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા.

-------------------

ખાડી દેશો સજ્જ ; હોર્મુઝની ગરજ નહીં !

મધ્ય-પૂર્વમાં તાણથી તેલસંકટ વચ્ચે યુએઈ, ઈરાક, સાઉદી વૈકલ્પિક માર્ગો તૈયાર કરે છે

નવી દિલ્હી, તા. 16 મિડિલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુ દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલાને કારણે ખાડી દેશોએ પોતાની ઊર્જા વ્યૂહનીતિ બદલી નાખી છે. સંયુક્ત આરબ એમિરેટ્સ (યુએઈ), ઈરાક અને સાઉદી અરેબિયા હવે ઓઇલ નિકાસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિર્ભર રહેવું પડે તેવા વૈકલ્પિક રસ્તાઓ તૈયાર કરી રહ્યા છે. યોજના પાછળનો હેતુ પોતાના વેપારને સુરક્ષિત રાખવાની સાથે ઓઇલ સપ્લાય પર ઈરાનના પ્રભાવને મર્યાદિત કરવાનો પણ છેછેલ્લા કેટલાક  મહિનાઓમાં ઈરાને દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. એટલું નહીં, આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ જહાજોને સુરક્ષિત પસાર થવા દેવા માટે મોટી રકમ પણ માગવામાં આવી છે. સતત વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને ખાડી દેશોએ હવે નવા વૈકલ્પિક માર્ગો બનાવવાનું કામ ખૂબ ઝડપી કરી દીધું છે.

ખાડી વિસ્તારમાં અત્યારે કરોડો ડોલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. વૈશ્વિક બેંક ગોલ્ડમેન સેક્સના અહેવાલ અનુસાર, જો યોજનાઓ સમયસર પૂરી થશે તો 2027ના અંત સુધીમાં ખાડી દેશોની કુલ ઓઇલ નિકાસનો આશરે 45 ટકા હિસ્સો હોર્મુઝ સિવાયના બહારના રસ્તાઓથી મોકલી શકાશે, જ્યારે 2028ના અંત સુધીમાં ક્ષમતા 60 ટકા સુધી પહોંચી જશે, જેનાથી દરરોજ 73 લાખ બેરલ ઓઇલની હેરફેર વૈકલ્પિક માર્ગો દ્વારા શક્ય બનશે.

યુએઈનોવેસ્ટ-ઇસ્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ હાલમાં અડધો પૂરો થઈ ગયો છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયેદે અધિકારીઓને પ્રોજેક્ટ 2027 સુધીમાં કોઈ પણ ભોગે પૂરો કરવા આદેશ આપ્યો છે. આશરે 252 માઈલ લાંબી પાઇપલાઇન શરૂ થતાં યુએઈની જમીની માર્ગે ઓઇલ નિકાસ કરવાની ક્ષમતા વધીને દરરોજ 36 લાખ બેરલ થઈ જશે

ઓઇલ નિકાસને પ્રાદેશિક અસ્થિરતાથી બચાવવા માટે ઈરાકે પણ 435 માઈલ લાંબીબસરા-હદીથા પાઇપલાઇન પર કામ શરૂ કરી દીધું છે, જેને આગળ જતાં જોર્ડન, સીરિયા અને તુર્કિયેનાં નેટવર્ક સાથે જોડવામાં આવશે. 1.5 અબજ ડોલરના પ્રારંભિક બજેટવાળા પ્રોજેક્ટ દ્વારા દરરોજ 25 લાખ બેરલ ઓઇલ સપ્લાય કરવાનું લક્ષ્ય છે. બીજી તરફ, સાઉદી અરેબિયા પણ રેડ સી સુધી જતી પોતાની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનની ક્ષમતા વધારીને દરરોજ 90 લાખ બેરલ કરવાના પ્લાન પર પ્રારંભિક વિચારણા કરી રહ્યું છે.

પાઇપલાઇનની સાથેસાથે યુએઈ અરબ સાગરમાં એક નવું ઊંડું દરિયાઈ બંદર (ડીપ સી પોર્ટ) અને કન્ટેનર ટર્મિનલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. પોર્ટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે કે, માલસામાન અને ઓઇલને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મોકલ્યા વગર સીધું બીજા દેશોમાં રવાના કરી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક