મધ્ય પૂર્વમાં ફરી વધી રહેલા તણાવને ધ્યાને રાખીને સરકારનો નિર્ણય
નવી દિલ્હી, તા. 16 ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે ગ્લોબલ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળા બાદ ભારતે ડીઝલ અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્Îૂલ)ના નિકાસ ઉપર ટેક્સમાં ભારે વધારો કર્યો છે. ડીઝલની નિકાસ ઉપર ટેક્સ 8.5 રૂપિયા
પ્રતિ લીટરથી વધારીને 15.5 રૂપિયા
પ્રતિ લિટર કર્યો છે. જ્યારે એટીએફ એક્સપોર્ટ ઉપર ટેક્સ બમણો કરીને 7.5 રૂપિયા
પ્રતિ લિટરથી 14.5 રૂપિયા
પ્રતિ લિટર થયો છે. બીજી તરફ સરકારે પેટ્રોલ ઉપર નિકાસ શુલ્કને 4 રૂપિયાથી ઘટાડીને 2.5 રૂપિયા
પ્રતિ લિટર કરાયો છે. ટેક્સના નવા દર 16 જુલાઈથી
લાગુ થયા છે.
રિપોર્ટ અનુસાર નિકાસ શુલ્કમાં વૃદ્ધિથી વિદેશી શિપમેન્ટ ઓછી થઈ શકે છે. તે પણ એવા સમયે જ્યારે ભારતની ઈંધણ નિકાસ સપ્ટેમ્બર બાદથી પોતાનાં ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ નિર્ણય ગ્લોબલ ક્રૂડ માર્કેટમાં ભારે ઉતાર ચડાવ બાદ આવ્યો છે, કારણ કે મધ્ય પૂર્વમાં વધતા તણાવથી ઈંધણ સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવ બાદ તેલની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. જેનાથી ડર વધ્યો છે કે ક્ષેત્રીય સપ્લાયમાં અડચણથી ગ્લોબલ ઓઇલ માર્કેટ ઉપર અસર પડી શકે છે.