• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

avsan nondh

અમદાવાદ: કશ્યપ વિનાયક વછરાજાની (બેંક ઓફ બરોડા)નાં પત્ની અને જગત, બીજલ, સિદ્ધિ મિહિર વસાવડાનાં માતુશ્રી આરતીબેન કશ્યપ વછરાજાનીનું અવસાન થયુ છે. તેઓની અંતિમયાત્રા તા.ર1નાં સવારે 8.30 કલાકે તેમના નિવાસ સ્થાન પ08, સંકલ્પ એપાર્ટમેન્ટ, વત્રાપુર, અમદાવાદથી નીકળશે.

જામનગર: મૂળ જોડિયા હાલ જામનગર મોહનગર શંકરગર ગોસાઈ તે પ્રકાશગર, રાકેશગર, જયેશગર, સાગરગરના પિતાનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1ના તેમના નિવાસ સ્થાન સોહમનગર સોસાયટી, શેરી નં.3, ગોકુલનગર જકાતનાકા પાસે, જામનગર છે.

બોટાદ: દિલીપસિંહ (ભયલુભા) સુરૂભા ચુડાસમા (ઉ.86) તે અશોકસિંહના પિતાશ્રી, જયદિપસિંહ તેમજ પરીક્ષીતસિંહના દાદાનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં તેમના નિવાસ સ્થાન મુ. તગડી, તા.ધંધુકા મુકામે છે.

રાજકોટ: યોગેશભાઈ મથુરાદાસ રતનધાયરા (ઉ.પ9) (શ્રીજી કેલેન્ડર્સ) તે પ્રકાશભાઈ, રાજુભાઈ, રમેશભાઈના નાનાભાઈ તેમજ રાકેશભાઈ (શ્રીજી પ્રીન્ટરી)ના મોટાભાઈ, અમી, ધ્રુવના પિતાશ્રી, યશ સામાણીના સસરા, સ્વ.હરિદાસ કુરજીભાઈ કાનાબાર (વેરાવળ)ના જમાઈનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ, સસરાપક્ષની સાદડી તા.ર1નાં સાંજે પ થી 6 ચંદ્રમોલેશ્વર મહાદેવ, જનકપુરી રોડ, અજંટા પાર્ક, રાજકોટ છે.

રાજકોટ: નેકનામ નિવાસી હાલ રાજકોટ વિનોદભાઈ જોબનપુત્રા (ઉ.70) (િનવૃત્ત વિસ્તરણ અધિકારી-ટંકારા) તે નારણભાઈ વલમજીભાઈ જોબનપુત્રાના પુત્ર, ભારતીબેનનાં પતિ, સ્વ.નટુભાઈ, ભાઈલાલભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઈ જોબનપુત્રાના ભાઈ, મનોજભાઈ, જલ્પાબેન કેતનકુમાર કોટક, જીજ્ઞાબેન પ્રફૂલકુમાર રાજાણીના પિતાશ્રી, આસોટા નિવાસી જમનભાઈ, દિનેશભાઈ તથા ભરતભાઈના બનેવી તે મગનલાલ વલ્લભદાસ ગણાત્રાના જમાઈનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર1નાં સાંજે 4 થી 6 બોમ્બે સુપર હાઈટ મેલડી માતાજીના મંદિર સામે પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અમરેલી જીલ્લાના કરિયાણાના ડૉ.રવિભાઈ મહેતા અને રંજનબેનના પુત્રવધુ તથા હરિશંકર રવિશંકર મહેતાના પત્ની હર્ષાબેન (ઉ.પ7) હાલ અમરેલી તે ભરતભાઈ આર. મહેતા (એડવોકેટ), હિતેશભાઈ આર. મહેતાના મોટા ભાભી, મયુર હરેશભાઈ મહેતા (પોદાર સ્કૂલ, રાજકોટ), ઝરણા દેવ જોશીના માતુશ્રી, કેયુર મહેતા (અંજાર), હરિઓમ મહેતા, જાહ્નવી મહેતા (જીલ્લા પંચાયત-અમરેલી)ના ભાભુ, ક્ષમાબેન ભરતભાઈ મહેતા, પ્રતિક્ષાબેન હિતેશભાઈ મહેતાના જેઠાણીનું તા.ર0ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.ર1ના શુક્રવારે સવારે 8 કલાકે જાહનવી, ખોડિયાર નગર-14, બ્રાહ્મણ સોસાયટી, દીકરાના ઘર પાછળથી નીકળીને કૈલાસ મુક્તિધામ-કેરિયા રોડ, અમરેલી ખાતે જશે. બેસણુ તા.રરને શનિવારે સાંજે 4 થી 6.30 શ્રી ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડિંગ, અમરેલી છે.

અમરેલી: ચંદુલાલ મથુરદાસ મોરજરીયા (િશવ ધારી)વાળાના પત્ની જશુબેન (ઉ.7પ) તે મનીષભાઈ, ભાવેશભાઈ, મુનાભાઈના માતુશ્રીનું તા.ર0નાં અવસાન થયુ છે. બેસણુ/સાદડી તા.ર1નાં સાંજે 4.30 થી પ.30 પટેલવાડી, ગજેરાપરા અમરેલી છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણિક મૂળ જસદણ હાલ અમરેલી ભુપતલાલ જગન્નાથભાઈ કલ્યાણી (ઉ.8ર) તે કેતનભાઈ, કિરણબેનના પિતાશ્રી, સૌરવ (ગોપાલ), હાર્દ (માધવ)ના દાદા, નીતિનભાઈ ખીમાણીના સસરાનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ, પ્રાર્થના સભા તા.ર1નાં સાંજે પ થી 6 ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે જસદણ છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ રાજકોટના સ્વ.પંકજભાઈ જગજીવનભાઈ ચાવડા (ઉ.67) તે સ્વ.પ્રાણલાલભાઈ, મનસુખભાઈ, કિશોરભાઈ (બાકરોલ), પ્રવિણાબેનના ભાઈ, પરસોત્તમભાઈ રાઠોડ (યવતમાલ)ના જમાઈનુ તા.17નાં અવસાન થયુ છે. બેસણુ તા.ર1નાં સવારે 10 થી 11 દરમિયાન તેમજ શાંતિયજ્ઞ સવારે 11 કલાકે જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: ઝોયબભાઈ મુસાજીભાઈ ભારમલ (દામનગર)વાળા (ઉ.70) તે અરવાબેનના શોહર, મ.અમિરુદ્દીનભાઈ, મ.અલીહુસેનભાઈ, બાનુબેન (સાવરકુંડલા), ખેરુનબેન, હસીનાબેન (મુંબઈ) મ.જેતુનબેન (જેસર), મ.શહેનાઝબેન (બોટાદ)ના ભાઈ, મ.શબ્બીરભાઈ, જૈનુદિનભાઈ કાપડવાળા (સાવરકુંડલા)ના બનેવીનું તા.ર0ના અવસાન થયું છે. જીયારત તથા ફાતેહાના સિપારા તા.રરના સવારે 11.30 કલાકે ઈઝઝી મસ્જીદ, સાવરકુંડલા છે.

રાજકોટ: મુ. મોટાભેલા હાલ-રાજકોટ નિવાસી ધર્મિષ્ઠાબેન તથા પ્રફુલભાઈ નર્મદાશંકર વ્યાસનાં પુત્ર અર્જુન પ્રફુલભાઈ વ્યાસ (ઉ.ર1) તે ફાલ્ગુનીબેન (મોરબી), કરણભાઈના નાનાભાઈનું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે 4.30 થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ-4, રાજકોટ છે.

વડિયા: લાભુબેન શામજીભાઈ વડાલીયા તે અમરનગર નિવાસી દિનેશભાઈ, ભરતભાઈ વડાલીયાના માતુશ્રી, રાજનભાઈ વડાલીયાના દાદીનું તા.17ના અવસાન થયું છે.

જાયવા: મનીષાબેન રતિલાલભાઈ ધોરેચા (ઉ.6ર) તે રતિલાલભાઈ બચુભાઈના પત્ની, સુનિલ, મિતલ જીગ્નેશકુમાર ધ્રાંગધરીયાના માતુશ્રી, મીરલના દાદીમા, સ્વ.પરસોત્તમભાઈ ભવાનભાઈ વડગામા (ખાખડા બેલાવાળા)ની દીકરીનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સાંજે 4 થી 6 ગામ જાયવા ખાતે પિયર પક્ષનું બેસણુ સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક