• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

‘ભૂતનાથના મહંતની ભાષા નિમ્નકક્ષાની, સાધુતા લજવી’

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરે ભૂતનાથ મંદિરના મહંત તરીકેના પુરાવા માગ્યા

જૂનાગઢ, તા.8: જૂનાગઢ ભૂતનાથના મહંત મહેશગીરીએ અખાડા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી પરત્વે નિમ્નકક્ષાનો શબ્દ પ્રયોગ કરી સાધુતા લજવી છે તેમ પૂર્વ ડે.મેયર ગિરીશ કેટેચાએ જણાવ્યું છે અને ભૂતનાથ મંદિરના મહંત તરીકેના પૂરાવાઓ જાહેર કરવા માગણી કરી છે.

જૂનાગઢ ખાતે પ્રેસવાર્તામાં શ્રી કોટેચાએ અંબાજીના બ્રહ્મલીન મહંતના રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અગૂંઠા લીધાનો દાવો કર્યે છે. તે કાર્યવાહી કેમ જાહેર કરતા નથી. મોડીરાત્રે હોસ્પિટલમાં નોટરીને શા માટે લઈ ગયા ? તેવા વેધક સવાલો કર્યા છે તેમણે ઉમેર્યું કે, તનસુખગીરીએ ચેલા બનાવ્યા હોય તો આધાર પુરાવા વગર દાવો કેટલો યોગ્ય ?

ભૂતનાથ મંદિરના ચેલાનો દાવો કરાય છે પણ પ્રમાણ કેમ છૂપાવાય છે ? તેમજ હાટકેશ હોસ્પિટલને ભાડે અપાયેલ જગ્યા ખાલી કરવા દબાણ કરી,  દીવાલ તોડી જમીન વેચાણ માટે હાટકેશ હોસ્પિટલના સંચાલકો સાથે રૂ.ર.ર1 કરોડનો સોદો કરી રૂ.ર1 લાખ લીધા છે. આ પ્રવૃત્તિ સાધુતાને શોભતી નથી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક