• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

અમેરિકામાં બર્ફીલાં તોફાનથી તબાહી : પાંચ લોકોનાં મૃત્યુ

બે લાખ લોકો અંધારપટ હેઠળ

વોશિંગ્ટન, તા. 8 : અમેરિકાના અનેક રાજ્યોમાં છેલ્લા થોડાક દિવસથી જારી બર્ફીલા તોફાનની અસર હેઠળ પાંચ વ્યક્તિનાં મોત થઈ

ચૂક્યાં છે.

બે લાખ જેટલા લોકો વીજળી વિના અંધારપટમાં જીવી રહ્યા છે. અનેક ભાગોમાં તોફાને તબાહી મચાવી છે.

રાજધાની વોશિંગ્ટનમાં એક ફૂટ સુધી બરફવર્ષા થવાની આગાહી અમેરિકાની નેશનલ વેધર સર્વિસ દ્વારા કરાઈ છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાયડન હાલત પર નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત રાજ્યોમાં લોકોને તમામ સંભવ મદદ કરવાનો કોલ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક