• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

લેટરકાંડ : પરેશ ધાનાણીનો ચર્ચાનો ચોરો : વેકરિયા ન પહોંચતા ભાજપના કાર્યકર્તાનો પત્ર અને મુદ્દા પણ સાચા : પરેશ ધાનાણી

-પાયલ ગોટીનો મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર, પાટીદાર નેતાઓ SP સહિતના પોલીસ અધિકારીઓની DGPને ફરિયાદ કરશે

-હાઇ કોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી પહોંચ્યા : પીડિત યુવતી સીટની તપાસમાં સહકાર નહીં આપે, બે દિવસમાં હાઇ કોર્ટમાં પિટિશન કરાશે

રાજકોટ, અમરેલી, તા.8 : અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે જઈંઝની રચના કરાઈ છે. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક જઙ ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી હતી જ્યારે પરેશ ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરીને આજે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો અને આવતીકાલથી નારી સ્વાભિમાન આંદોલનનાં પોસ્ટરો શેર કર્યાં હતાં અને ચર્ચાના ચોરોના મંચ પરથી જણાવ્યું હતું કે, મંચ ઉપરની ચર્ચા થાય એના ઉપર ભાજપના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માગવાનો છે અને રખેને કૌશિકભાઈ નહીં આવે તો મેં વારંવાર કીધું છે, ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે. તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે. માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરીને જેલમાં પુરાવી છે. એને અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપડાવી છે અને પાટે સુવડાવીને પટ્ટા માર્યા છે. એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એને અમરેલીના લોકો - ગુજરાતના લોકો માફ નહીં કરે.

હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી આવી પહોંચ્યા હતા અને પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે આરોપ લગાવ્યા હતા. આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા. જઈંઝ ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા, એટલે જઈંઝનો સ્વીકાર કરતા નથી. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીનાં ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અમરેલી પોલીસ હવે પાયલનાં ઘર બહાર પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માગે છે ? અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે. ઈંઋ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માગ છે. ઉઋને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આવતા બે દિવસમાં અમે હાઇ કોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક