કેન્દ્ર
સરકાર ઉપર લગાવ્યા આરોપ : પીડબલ્યૂડીનો ખુલાસો, આતિશી ક્યારેય બંગલોમાં રહેવા ગયા જ
નથી
નવીદિલ્હી,
તા.7: દિલ્હી વિધાનસભા ચૂંટણીનું એલાન થયા પછી મુખ્યમંત્રી આતિશીએ મોટો દાવો કર્યો
છે. આતિશીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તેમને મુખ્યમંત્રીના
નિવાસસ્થાનમાંથી હાંકી કાઢ્યા છે. છેલ્લા ત્રણ માસમાં આવું બીજીવાર કરવામાં આવ્યું
છે.
આતિશીએ
કહ્યું છે કે, કેન્દ્ર સરકારે પત્ર મોકલીને તેમની ફાળવણી રદ કરી દીધી છે અને ચૂંટાયેલી
સરકારના મુખ્યમંત્રી પાસેથી મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છીનવી લીધું છે. જોકે, પીડબલ્યુડીએ
આ દાવાને ફગાવી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પીડબલ્યુડીનું કહેવું છે કે આતિશી
ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં રહેવા ગયા જ નથી.
આતિશીએ
આજે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે દિલ્હીના લોકોનું
કામ રોકવા માટે તેમની પાસેથી મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છીનવી લીધું છે. ત્રણ મહિના
પહેલા પણ આવું જ કરવામાં આવ્યું હતું. જ્યારે હું મુખ્યમંત્રી બની મારો સામાન બહાર
ફેંકી દેવામાં આવ્યો હતો. ભાજપને લાગે છે કે, અમને ગાળો આપીને, અમારા ઘર છીનવીને, મારા
પરિવાર વિશે હલકી વાત કરીને તેઓ અમારું કામ બંધ કરી દેશે.પીડબલ્યુડીનું કહેવું છે કે,
આતિશીને સીએમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢવામાં આવ્યા જ નથી.