કુઆલાલ્મપુર, તા.8 : ભારતના ટોચના શટલર એચએસ પ્રણયનો મલેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ સુપર-1000ના બીજા રાઉન્ડમાં પ્રવેશ થયો છે જ્યારે લક્ષ્ય સેન ઉલટફેરનો શિકાર બની પહેલા રાઉન્ડમાં હારી બહાર થયો છે.
એચએસ પ્રણયનો પહેલા રાઉન્ડમાં કેનેડાના ખેલાડી બ્રાયન યાંગ સામે 21-12, 17-21 અને 21-1પથી વિજય થયો હતો. આ મેચ દરમિયાન સ્ટેડિયમની છતમાંથી પાણી ટપકવાને લીધે 2પ મિનિટ સુધી રમત અટકી ગઈ હતી. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડનો પહેલા રાઉન્ડમાં મલેશિયાની ગોહ વેઈ સામે 21-1પ અને 21-16થી વિજય થયો હતો. મહિલા ડબલ્સમાં તનીષા ક્રેસ્ટો અને ધ્રુવ કપિલા પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે જ્યારે પેરિસ ઓલિમ્પિકનો સેમિ ફાઇનલ્સિટ અને 12મા ક્રમનો લક્ષ્ય સેન ચીની તાઇપેના 32મા ક્રમના ખેલાડી ચી જૂ જેન વિરુદ્ધ 14-21 અને 7-21થી હારીને બહાર થયો હતો.