• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

મહિશ તીક્ષ્ણાની હેટ્રિક એળે : કિવિઝનો વિજય

બીજા વન ડેમાં શ્રીલંકાને હાર આપી શ્રેણી કબજે કરતું ન્યુઝીલેન્ડ

 

હેમિલ્ટન, તા.8: પહેલા બેટર્સ અને બાદમાં બોલર્સના ઉમદા દેખાવથી બીજા વન ડે મેચમાં શ્રીલંકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડનો 113 રને સરળ વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી હતી. 37-37 ઓવરના વરસાદગ્રસ્ત મેચમાં ન્યુઝીલેન્ડેના 9 વિકેટે 2પપ રન થયા હતા. જવાબમાં શ્રીલંકા ટીમ 30.2 ઓવરમાં 142 રને ઓલઆઉટ થઇ હતી. આ મેચમાં લંકન સ્પિનર મહિશ તીક્ષ્ણાએ હેટ્રિક લીધી હતી, પણ તે પોતાની ટીમને જીત અપાવી શકયો ન હતો.

ન્યુઝીલેન્ડ તરફથી પ્લેયર ઓફ ધ મેચ રચિન રવીન્દ્રે 63 દડામાં 9 ચોક્કા-1 છક્કાથી 79 રન, માર્ક ચેપમેને પ2 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 62 રન, ડેરિલ મિચેલે 38 રન, ગ્લેન ફિલિપે 22 અને કેપ્ટન મિચેલ સેંટનરે 20 રન કર્યાં હતા. શ્રીલંકા તરફથી મહિશ તીક્ષ્ણાએ 4 અને વાનિંદુ હસારંગાએ 2 વિકેટ લીધી હતી.

2પ6 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા ટીમનો 30.2 ઓવરમાં 142 રનમાં ધબડકો થયો હતો. કામિંદુ મેન્ડિસે સર્વાધિક 64 રન કર્યાં હતા. નવોદિત જનિત લિયાનગેએ 22 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ તરફથી વિલિયમ ઓરૂકેએ 3 અને જેકેબ ડફીએ 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક