• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

શેખ હસીનાનો પાસપોર્ટ રદ, ભારતે વીઝા લંબાવી આપ્યા

બાંગ્લાદેશના પૂર્વ પીએમનું ભારતમાં રોકાણ વધ્યું

નવી દિલ્હી, તા.8 : બાંગ્લાદેશમાં તખ્તો પલટાયા બાદ ભારતના શરણે આવેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ બાંગ્લાદેશની મોહમ્મદ યુનૂસ સરકારે રદ કર્યો છે. બીજીતરફ ભારતે તેમના વિઝા લંબાવી આપ્યા છે.

સૂત્રો અનુસાર ભારતે શેખ હસીનાનો વિઝાનો સમયગાળો વધાર્યો છે. જેથી ભારતમાં તેમના રોકાણ અને પ્રવાસને લગતી કોઈ સમસ્યા નહીં નડે. બાંગ્લાદેશથી ભાગીને ભારત આવ્યા બાદ શેખ હસીનાને ભારે સલામતી વચ્ચે દિલ્હીમાં સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે. બીજીતરફ બાંગ્લાદેશ સરકારે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની અગાઉ માગ કરી હતી જેનો ભારતે ઈનકાર કર્યો હતો. હવે બાંગ્લાદેશ સરકારે શેખ હસીના સહિત કુલ 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. જેમાં રર લોકો સામે અપહરણ અને 7પ અન્ય પર હત્યાનો આરોપ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક