- સુર, કાંટે, હજારો ખ્વાહિશે ઐસી, પ્યાર કે સાઈડ ઈફેક્ટસ જેવી ફિલ્મો આપનાર નિર્માતાએ 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
નવીદિલ્હી,તા.8:
હિન્દી સિનેમાનાં ખ્યાતનામ ફિલ્મકાર, લેખક અને કવિ પ્રીતિશ નંદીનું આજે 73 વર્ષની વયે
નિધન થઈ ગયું છે. આની જાણકારી તેમનાં પુત્ર કુશન નંદીએ આપી હતી. પ્રીતિશ નંદીનાં નિધનનાં
સમાચાર મળતાથી સાથે જ ફિલ્મજગતની હસ્તીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાં સાથે
દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
પ્રીતિશ
નંદી એક ફિલ્મ નિર્માતા અને સંપાદક તરીકે ખ્યાતનામ હતાં. 1પ જાન્યુઆરી 19પ1નાં રોજ
જન્મેલા પ્રીતિશ નંદીએ પોતાની કારકીર્દિમાં પત્રકારત્વ કર્યુ હતું અને ધ ઈલસ્ટ્રેટેડ
વીકલી ઓફ ઈન્ડિયાનાં સંપાદક પણ રહ્યા હતાં. તેમણે અનેક યાદગાર ફિલ્મોનું નિર્માણ કરેલું
અને તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. તેમની કંપની પ્રીતિશ નંદી
કોમ્યુનિકેશન્સે ભારતમાં મલ્ટીપ્લેક્સ ફિલ્મ શૈલીનું નેતૃત્વ કર્યુ હતું. તેમણે
2000નાં દાયકાની શરૂઆતમાં પોતાનાં બેનર હેઠળ સુર, કાંટે, ઝંકાર બીટ્સ, ચમેલી, હજારો
ખ્વાહિશે ઐસી, પ્યાર કે સાઈડ ઈફેક્ટસ જેવી ફિલ્મો બનાવી હતી. આ ઉપરાંત તેમની કંપનીએ
ફોર મોર શોટ્સ પ્લીઝ અને એન્થોલોજી સીરિઝ મોડર્ન લવ મુંબઈ જેવી વેબસીરિઝ પણ નિર્માણ
કરી હતી.
અનુપમ
ખેરે તેમનાં નિધન ઉપર શોક પ્રગટ કરતાં સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, તેમણે પોતાનાં
સૌથી અંગત મિત્રને ગુમાવી દીધા છે. તેઓ અદ્ભુત કવિ, લેખક, નિર્માતા, નીડર પત્રકાર અને
સંપાદક હતાં.