• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

U-14ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ જિલ્લા ટીમ ચેમ્પિયન

ફાઇનલમાં કચ્છ જિલ્લા ટીમ સામે વિજય

રાજકોટ, તા.7 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત અન્ડર-14 મલ્ટી ડે ટૂર્નામેન્ટના ફાઇનલમાં કચ્છ જિલ્લાની ટીમ વિરુદ્ધ રાજકોટ જિલ્લાની ટીમ પહેલા દાવની સરસાઈના આધારે વિજેતા થઈ ચેમ્પિયન બની છે. રાજકોટ જિલ્લા ટીમ 83.2 ઓવરમાં 268 રને ઓલઆઉટ થઈ હતી. આ પછી કચ્છ જિલ્લા ટીમ 213 રને ઓલઆઉટ થઇ હતી. બીજા દાવમાં રાજકોટ જિલ્લા ટીમના 223 રન થયા હતા. બીજા દાવમાં કચ્છના 4 વિકેટે 106 રન થયા હતા અને મેચ ડ્રો રહ્યો હતો. રાજકોટ જિલ્લા ટીમને પહેલા દાવમાં સરસાઇ મળી હતી. આથી તે અન્ડર-14 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. એસસીએના સેક્રેટરી હિમાંશુ શાહના હસ્તે ટ્રોફી વિતરણ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક