-હવે
ખરેખર શિયાળો જામ્યો : ગિરનાર અને નલિયા 3.4 ડિગ્રી તાપમાન : રાજ્યમાં સર્વત્ર કાતિલ
ઠંડીનો સપાટો
રાજકોટ,
તા.8: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો
ફૂંકાવાના કારણે ગુજરાત સહિત મેદાની રાજ્યોમાં શીત લહેર પ્રસરી છે. જેના પગલે સમગ્ર
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડથીજવતી ઠંડીમાં લોકો ઠૂઠવાયા છે.
રાજકોટમાં તો તાપમાન 7.2 ડિગ્રીએ પહોચી જતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. તેમજ
આજે ગિરનાર અને નલિયામાં 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજકોટ
સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ફરી પારો સતત નીચે જાય છે. જેના કારણે ઠંડીમાં સતત વધારો થઇ
રહ્યો છે. આજે સવારે બર્ફીલા પવનોની સપાટ સાથે 7.3 ડિગ્રી લઘુતમ તાપમાનથી નગરજનો થીજી
ગયા હતાં. રાજકોટ અને નલિયામાં આજે ચાલુ સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજરોજ સવારે
રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન થઇ જતા નગરજનો ધ્રુજી ગયા હતા. ભારે શીત લહરને કારણે
શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઈ છે, 8.6 કિમિની ઝડપે ઠંડો પવન
ફુંકાઈ રહ્યો છે, લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં. લોકોએ ઠેર-ઠેર તાપણા શરૂ કરી ઠડીમાં
રાહત મલેવતા જોવા મળ્યા હતા. ઠંડીને કારણે કાવો, ચા, કોફી, ગાંઠિયા, ભજિયા સહિતની ચીજવસ્તુના
વેચાણમાં વધારો થયો છે.
જૂનાગઢ:
છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 6.6 ડિગ્રી ઉતરતા કાતિલ ઠંડીનું મોજું છવાયું છે.
જનજીવન તિવ્ર ઠંડીમાં ઠૂઠવાવા લાગ્યું છે. ભારે ઠંડીથી બચવા લોકો ગરમ વત્રોમાં ઢંકાયા
છે. ગામડાઓમાં તાપણા શરૂ થયા છે. સુસવાટા મારતા પવનથી ઠંડી બેવડાઇ છે. જૂનાગઢમાં તાપમાનનો
પારો 8.4 ડિગ્રી અને પવનની ઝડપ 7.5 કિ.મી નોંધાય છે જ્યારે ભવનાથ અને ગિરનાર પર્વત
ઉપર તાપમાન 3.4 ડિગ્રી તથા પવનની ઝડપ 40થી 50 કિ.મી.ની રહી હતી. કાતિલ ઠંડીમાં જનજીવન
ઠૂઠવાઇ રહ્યું છે.