માણાવદર-બાંટવા જુગારીઓ માટે પસંદગીનું સ્થળ : ફરિયાદ કર્યા બાદ ભાજપનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી વિસ્તારવાસીઓ સાથે પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં ધરણા પર બેસી ગયા
જૂનાગઢ તા.9: જૂનાગઢ જિલ્લાના
માણાવદર અને બાંટવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગાર ક્લબને
મૂક સંમતિ આપી દઈ દરરોજ 70થી 80 હજારનો હપ્તો લેવામાં આવતો હોવાનો ખુદ ભાજપના ધારાસભ્ય
અરાવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો છે પોલીસ નિર્દોષ લોકોને હેરાન કરતી હોય આ અંગે સરકારમાં
રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાજપના ધારાસભ્ય અરાવિંદ લાડાણીએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે માણાવદર-બાંટવા પંથક જુગારીઓ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે શ્રાવણ માસમાં આ વિસ્તારમાં પોલીસની મૂક સંમતિથી હરતી ફરતી ક્લબો ધમધમે છે અને ક્લબ દીઠ પોલીસ એક દિવસના %0થી 80 હજારનો હપ્તો ઉઘરાવે છે આ વિસ્તારમાં પોલીસ જુગાર ક્લબ ઉપર કાર્યવાહી કરવાને બદલે પોતાની કામગીરી બતાવવા તહેવારનો આનંદ માણવા માટે જુગાર રમતા નાના અને નિર્દોષ લોકોને પકડતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી આ ફરિયાદ બાદ ધારાસભ્ય લાડાણી વિસ્તારવાસીઓ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા અને જુગાર પ્રતિબંધિત છે તેથી પોલીસ પકડશે અને પછી જો હેરાન કરશે તો હ્નં તમારી સાથે છુ તેમ કહ્યું હતું પોલીસ પોતાની કામગીરી દેખાડવા નિર્દોષ લોકોને હેરાન કરે છે પોલીસની ભેદભાવભરી અને ભ્રષ્ટાચારભરી નીતિ અંગે સરકારમાં રજુઆત કરીશ તેમજ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને છુટ્ટા કરવા પણ રજુઆત કરીશ ખુદ ભાજપના ધારાસભ્યએ પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે જો કે આ આક્ષેપ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૌન સેવી લીધું હતું.