• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

વંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા બાળકનું રાજકોટમાં મૃત્યુ

રાજકોટ, તા.ર9: દિવાળીની સાંજે વંથલી પંથકમાં દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 3 વર્ષના બાળકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યુ હતું.

મળતી માહિતી મુજબ, સિમન કાનાભાઈ તડવે (ઉં.વ.3) (રહે.રાયપુર ગામ, મુકેશભાઈ રાવલિયાની વાડીએ, તાલુકો વંથલી) તા.ર0/10ના રોજ વાડીએ ફળિયામાં ઘરના દરવાજા પાસે ઉભો હતો ત્યારે સાંજના સમયે અચાનક દીપડો આવી બાળકને ઉઠાવીને જતો હતો ત્યારે બાળકની ચીસો સાંભળી માતાએ ઘરની બહાર નીકળી હાકલ નાખતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. લોકેએ બુમાબુમ કરતા પાસેના ખેતરમાં બાળકને મુકી દીપડો નાસી ગયો હતો. આ બનાવમાં પગલે ગામના સરપંચ મેરામણભાઈ નાઘેરા અને વાડી માલિક મુકેશભાઈ રાવલિયા સહિતના ગ્રામજનો દોડી ગયા હતા. બાળકને પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. દરમ્યાન ગઈકાલે તેણે દમ તોડી દીધો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. બાળકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક