• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભાજપ નેતા નવનીત રાણાને ગેંગરેપ, હત્યાની ધમકી

અમરાવતી, તા.30 : પૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણાને ફરી એકવાર મારી નાખવાની અને ગેંગરેપની ધમકી મળી છે. આ વખતે ધમકી સ્પીડ પોસ્ટ દ્વારા તેમના અમરાવતી કાર્યાલયમાં પત્ર મોકલી અપાઈ છે. 

પૂર્વ અભિનેત્રીએ આ મામલે રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધમકીભર્યો પત્ર હૈદરાબાદથી જાવેદના નામથી મોકલવામાં આવ્યો હતો. અમરાવતી અને હૈદરાબાદ પોલીસ પત્ર મોકલનારને ઓળખવા અને ધમકી પાછળનો હેતુ નક્કી કરવા સંકલન કરી રહી છે. આ પહેલા નવનીત રાણાને 2024માં એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં આમિર હોવાનો દાવો કરતા વ્યક્તિએ ગેંગરેપની ધમકી આપી 10 કરોડની ખંડણી માગી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક