ક્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.1220 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે સંપન્ન
અમદાવાદ,
વડોદરા તા.30 : ‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને
ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે’ તેમ આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના
અવસરે નર્મદા જિલ્લાના કેવડિયામાં એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.1220
કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું. 
એકતા
નગર ખાતે રૂ.56.33 કરોડના ખર્ચે ઋજઊઈ । જજગગક ક્વાર્ટર્સ, રૂ.303 કરોડના ખર્ચે બિરસા
મુંડા ભવન,રૂ.54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), રૂ.30 કરોડના ખર્ચે
25 ઈ-બસો, રૂ.20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.18.68
કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.8.09 કરોડના ખર્ચે વોક વે(ફેઝ-2),રૂ.5.55
કરોડનો એપ્રોચ રોડ, રૂ.5.52 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.4.68 કરોડના ખર્ચે
સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-2), રૂ.3.18 કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.1.48 કરોડના ખર્ચે ડેમ
રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ1.09 કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ
કરાયું હતું. નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે. 
રાષ્ટ્રીય
એકતા દિવસના અવસરે વડાપ્રધાનના હસ્તે 10 મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આમાં સૌથી મહત્વના છે પ્રોજેક્ટની વાત કરીએ તો રૂ.367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ અૉફ
રોયલ કિંગડમ્સ અૉફ ઈન્ડિયા, રૂ.140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂ.90.46 કરોડના
ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂ.27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાત ટ્રાવેલેટરનું
એક્સ્ટેન્શન, (જુઓ પાનું 10)
રૂ.23.60
કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂ.22.29ના ખર્ચે 24 મીટર એકતા નગર કોલોની રોડ,
રૂ.12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂ.3.48 કરોડના ઈઈંજિ બેરેકસ,રૂ. 12.50 કરોડના
ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ,12.85 કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા
મહત્વના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. 
વડાપ્રધાન
મોદીના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ પણ કરવામાં
આવ્યું હતું. વડાપ્રધાને હરિત ધ્વજ લહેરાવી નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની
મંજૂરી આપી હતી. આ નવી 9 મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર
સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિગ
સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક
રીતે ચઢી અને ઉતરી શકશે.  આ ઉપરાંત મહિલાઓ માટે
અલગથી ચાર બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો
આનંદ લઈ શકે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ
વડાપ્રધાનના ભારતનું પ્રથમ ઈ-સિટી વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઈ-કાર, ઈ-રિક્ષા અને ઈ-બસો
જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે. વર્ષ 2021ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાને
આ પહેલની જાહેરાત કરી હતી, ત્યારથી એકતા નગર પર્યાવરણમિત્ર પ્રવાસનના પ્રતીક રૂપે ઉભરી
રહ્યું છે. 
નવી ઈ-બસોની ઉમેરવાથી એકતા નગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે.
 
કારતક
માસમાં ચોમાસું બેઠું : મહુવા 3.5, તળાજા-ઢાકમાં 2.5 ઇંચ
અવિરત
વરસતી આફત: પાલિતાણા-ઘોઘા-સિહોર 1.5, ભાવનગર-જેસર 0.5 ઇંચ માવઠું
રાજકોટ,
તા.30: ગુજરાતમાંથી ચોમાસાએ સતાવાર વિદાય લઇ લીધી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કારતક
મહિનામાં ફરી ચોમાસું બેઠું હોય એવું જોવા મળી રહયું છે. કારણ કે છએક દિવસથી આકાશમાંથી
અવિરત આફતરુપે માવઠું વરસી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાય
ગયો છે. ખેતરમાં તૈયાર પાક મગફળી, સોયાબિન સહિત કપાસ, ડુંગળી, અડદ, તુવેરના પાકને વ્યાપક
નુકસાન પહેંચ્યું છે. આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો
હતો. મહુવામાં 3.5 અને ભાવનગર-જેસરમાં 2.5 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
હતા. 
ભાવનગર
: કમોસમી વરસાદે જિલ્લામાં ખેડૂતોની હાલત ખરાબ કરી છે. સમગ્ર જિલ્લામાં આજે દિવસભર
વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની આગાહી હોય ખેડૂતો અને લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે
સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધી માં વલભીપુરમાં 6, ઉમરાળા 7, ભાવનગર શહેરમાં 19, ઘોઘા
34, સિહોર 35 , પાલિતાણામાં 36, મહુવામાં 81 અને જેસરમાં 14 મી.મી. વરસાદ નોંધાયો છે.
તળાજા:
ગતરાત્રે તાલુકાના શેળાવદર ગામે નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડતા પચાસેક ફૂટની ઉંચાઈ
ધરાવતી નાળિયેરી ભડભડ સળગી ઉઠી હતી. મધ્યરાત્રિ બાદ તળાજામાં એક ઝાપટું વરસી ગયા બાદ
આજે વહેલી સવારના 5.30થી પવનદેવ જેનું વાહન છે તેવા સ્વાતી નક્ષત્રએ વરસવાનું શરૂ કરી
દીધું હતું. જે અવિરત સાંજના 6 કલાક સુધી ક્યારે ઝરમર તો ક્યારેક અનરાધાર સ્વરૂપે વરસી
જતા 62 મી.મી (અઢી ઇંચ) વરસ્યો છે. તાલધ્વજ ડુંગર પર વાદળોની સતત ચાદર ઢંકાયેલી જોવા
મળતી હતી. નદી-નાળાઓમાં ધસમસતા પૂરની સ્થિતિના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ
બંધ થઈ ગયા હતા. વરસાદને કારણે કપાસના ઝીંડવા ફૂટીને કપાસ વીણી શકાય તે રીતે બહાર આવી
ગયો હતો, તેમાં હવે ઈયળો ખદબદવા લાગી છે. કપાસિયા હવે અંદર જ ઉગવા લાગ્યા છે. 
ઢાંક:
છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પોણી કલાકમાં 2.5 ઇંચ જેટલો
વરસાદ વરસતા ખેતી પાકને ભારે નુકસાન થયું છે. 
વડોદરા:
આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો હતો. શરૂઆતમાં ધીમીધારે સમગ્ર શહેરમાં
વરસાદ વરસ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી. ભારે વરસાદના પગલે
શહેરના કારેલીબાગ, ડાંડિયા બજાર, રાવપુરા, એમજી રોડ સહિતના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    