• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ઓસ્ટ્રેલિયાના 17 વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટરનું ગરદન પર દડો લાગવાથી મૃત્યુ

મેલબોર્ન તા.30: ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક 17 વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર બેન ઓસ્ટિનનું ગરદન પાસે દડો લાગવાથી દર્દનાક મૃત્યુ થયું છે. રિપોર્ટ અનુસાર બેન ઓસ્ટિન મંગળવારે નેટમાં ઓટોમેટિક બોલિંગ મશીન સામે બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેણે હેલ્મેટ પણ પહેરી હતી. આમ છતાં ગરદનના હિસ્સામાં તેને બોલ લાગ્યો હતો. આ પછી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાનો હતો. જયાં બુધવારે ઓસ્ટિનનું મૃત્યુ થયું હતું. યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનના દર્દનાક મૃત્યુથી ક્રિકેટ જગતને ફરી એકવાર ટેસ્ટ ખેલાડી ફિલ હ્યૂઝના મૃત્યુની યાદ આવી ગઇ હતી. 2014માં હ્યૂઝને શેફીલ્ડ શિલ્ડના મેચ દરમિયાન દડો ગરદન પાસે લાગ્યો હતો. જેથી તેનું મૃત્યુ થયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક