કેનબેરા તા.29: ટીમ ઇન્ડિયાના ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવનું બેટ વર્ષ 202પમાં શાંત હતું. પાછલી 11 ઇનિંગમાં તેણે ફકત 100 રન જ બનાવ્યા છે પણ આજે ઓસ્ટ્રેલિયા સામેના પહેલા મેચમાં તેણે અણનમ 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે બે છક્કા ફટકાર્યાં હતા અને વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે ટી-20 ઇન્ટરનેશનલમાં 1પ0 છક્કા ફટકારનારો ભારતનો બીજો બેટધર બન્યો છે. સૂર્યકુમાર અગાઉ આ રેકોર્ડ પૂર્વ કપ્તાન રોહિત શર્મા બનાવી ચૂકયો છે. રોહિતે તેની ટી-20 ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન કુલ 20પ છક્કા ફટકાર્યા છે. તે વિશ્વ સૂચિમાં પણ પહેલા સ્થાને છે.
ઝ-20
ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર
ક્રમ        બેટર્સ     ઇનિંગ    સિક્સ
1          રોહિત શર્મા         1પ1     20પ
2          મોહમ્મદ વસીમ   91        187
3          માર્ટિન ગુપ્ટિલ     118     173
4          જોશ બટલર        132     172
પ          સૂર્યકુમાર યાદવ     86        1પ0
(નોંધ:
મોહમ્મદ વસીમ યૂએઇ ટીમનો બેટધર છે)
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    