રશિયા દ્વારા પરમાણુ ડ્રોન પોસાઈડનના સફળ પરિક્ષણ બાદ ટ્રમ્પે પણ પરિક્ષણ કાર્યક્રમ ઝડપી બનાવવા આપ્યો આદેશ
નવી
દિલ્હી, તા. 30 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને નજરઅંદાજ કરીને રશિયાએ
અઠવાડિયામાં બીજી વખત પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. આ જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિને પોતે આપી હતી. આ પહેલા ટ્રમ્પે પુતિનને સલાહ આપતા સાફ શબ્દોમાં કહ્યું
હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ મિસાઈલ પરીક્ષણ કરવાને બદલે યુદ્ધ ખતમ કરવા ઉપર ધ્યાન
આપવું જોઈએ. જો કે હવે ફરી એક વખત પરિક્ષણ કરવામાં આવતા ટ્રમ્પે પણ મગજ ગુમાવ્યું છે
અને અમેરિકા પણ પોતાના પરમાણુ હથિયાર પરિક્ષણ કાર્યક્રમને ઝડપી બનાવશે તેવી ઘોષણા કરી
દીધી છે.
ટ્રમ્પે
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ઉપર લખ્યું હતું કે અન્ય દેશના પરિક્ષણ
કાર્યક્રમને ધ્યાને રાખીને તેઓએ યુદ્ધ વિભાગને નિર્દેશ આપ્યો છે કે અમીરકાના પરમાણુ
હથિયારોનું પરિક્ષણ સમાન સ્તરે શરૂ કરવામાં આવે. આ પ્રક્રિયા તરત જ પ્રારંભ કરવામાં
આવશે. ટ્રમ્પના નિર્ણયે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચિંતાને જન્મ આપ્યો છે કારણ કે આ નિર્ણય
વૈશ્વિક પરમાણુ નિરત્રીકરણના પ્રયાસોથી વિપરીત છે. 
આ અગાઉ
રશિયા તરફથી અઠવાડિયામાં બીજફી વખત પરમાણુ હથિયાર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેનું
એલાન કરતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રશિયાએ પરમાણુ ક્ષમતાથી સજ્જ,
પરમાણુ ઊર્જાથી ચાલતા અંડરવોટર  ડ્રોન પોસાઈડનનું
સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું છે. આ અગાઉ રવિવારે પુતિનની દેખરેખમાં જ બુરેવેસ્ટનિક ક્રૂઝ
મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રમ્પે રશિયાની કાર્યવાહી અયોગ્ય હોવાનું
કહ્યું હતું. 
હકીકતમાં
ટ્રમ્પને ડર છે કે રશિયા અને ચીન ટૂંક સમયમાં અમેરિકાની બરાબરી કરશે કારણ કે અમેરિકા
વર્તમાન સમયે દુનિયામાં સૌથી વધારે પરમાણુ હથિયાર ધરાવે છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં
કહ્યું હતું કે અમેરિકા પાસે કોઈપણ અન્ય દેશ કરતા વધારે પરમાણુ હથિયાર છે. જે પોતાના
કાર્યકાળમાં જ સંભવ બન્યું છે. રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે. જો કે પાંચ વર્ષમાં
બરાબરીએ આવી જશે. તેવામાં યુદ્ધ વિભાગને નિર્દેશ આપ્યો છે કે પરમાણુ હથિયારના પરિક્ષણને
ઝડપી બનાવવામાં આવે. 
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    