સિડની, તા.30: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટસમેન શ્રેયસ અય્યરે તેની ઇજા પર ખુદ જાણકારી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર આજે એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે હું રિકવરી કરી રહ્યો છું. પ્રતિદિત સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. આટલી બધી શુભકામના અને સમર્થન માટે હું અભિભૂત છું. મને યાદ રાખવા માટે ધન્યવાદ. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન ડે મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે થઇ હતી. એલેકસ કેરીનો કેચ કવરમાં દોડીને કર્યો હતો. આ દરમિયાન તે પડી ગયો હતો અને પડખાની ઇજાને લીધે દર્દ સાથે મેદાન છોડવું પડયું હતું. આંતરિક રકતત્રાવને લીધે તેને આઇસીયૂમાં સારવાર લેવી પડી હતી.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    