38 વર્ષ અને 182 દિવસને ઉંમરે આ ઉપલબ્ધિ હાંસલ કરી નવો રેકોર્ડ બનાવ્યો
દુબઇ,
તા.29: ભારતીય ઓપનર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 3 મેચની વન
ડે શ્રેણીના શાનદાર પ્રદર્શન બાદ પોતાની કેરિયરમાં પહેલીવાર આઇસીસી વન ડે ક્રમાંકમાં
નંબર વન બેટસમેન બન્યો છે. 38 વર્ષ અને 182 દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ હાંસલ કરનાર રોહિત
શર્મા ભારતનો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો છે. 
223
દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કરનાર રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેના બીજા
વન ડેમાં 73 અને ત્રીજા વન ડે મેચમાં 121 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ પ્રદર્શનનું તેને
ઇનામ મળ્યું છે. રોહિત સાથી ખેલાડી અને નવા ભારતીય કપ્તાન શુભમન ગિલને ખસેડીને નવી
સૂચિમાં ટોચનો બેટધર બન્યો છે. રોહિત હવે 781 રેટિંગ પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે. બીજા
સ્થાને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝારદાન (764) અને ત્રીજા સ્થાને શુભમન ગિલ (74પ) છે
જ્યારે ત્રીજા મેચમાં ઇજાગ્રસ્ત થનાર શ્રેયસ અય્યર એક સ્થાનના સુધારાથી હવે નવમા ક્રમે
છે. કોહલીએ ત્રીજા વન ડેમાં અણનમ 73 રન કર્યા હતા. આમ છતાં તે એક સ્થાનના નુકસાન સાથે
6 નંબર પર આવી ગયો છે. 
વન
ડે બોલિંગ ક્રમાંકમાં ટોચના ત્રણેય સ્થાન પર સ્પિનર છે. રાશિદ ખાન (710), કેશવ મહારાજ
(680) અને મહેશ તિક્ષ્ણા (6પ9) પહેલા-બીજા-ત્રીજા સ્થાને છે. ટોપ ટેનમાં ભારતનો એકમાત્ર
બોલર કુલદીપ યાદવ (634) છે.
ક્રમ        બેટર્સ     પોઇન્ટ
1          રોહિત શર્મા         781
2          ઇબ્રાહિમ ઝારદાન 764
3          શુભમન ગિલ       74પ
4          બાબર આઝમ      739
પ          ડેરિલ મિચેલ        734
6          વિરાટ કોહલી       72પ
7          ચરિથ અસાલંકા    716
8          હેરી ટેકટોર           708
9          શ્રેયસ અય્યર        700
10        શે હોપ   690
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    