• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 17 લાખ મૃત્યુ

લેન્સેટ રિપોર્ટ : વાયુ પ્રદૂષણ ગંભીર ખતરો, વધુ ગરમીથી મૃત્યુમાં 23 ટકાનો વધારો

ન્યુયોર્ક તા.30 : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સહયોગથી તૈયાર કરાયેલા લેન્સેટના રિપોર્ટ અનુસાર, વાયુ પ્રદૂષણ હવે ફક્ત પર્યાવરણીય સમસ્યા રહી નથી પરંતુ મનુષ્યો માટે સૌથી ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે. વર્ષ 2022માં ભારતમાં પીએમ 2.5 જેવા સૂક્ષ્મ કણોને કારણે 17 લાખથી વધુ (17.18 લાખ) લોકો મૃત્યુ પામ્યા હતા. આ કણો એટલા સૂક્ષ્મ છે કે તે ફેફસામાં ઊંડે સુધી પ્રવેશે છે અને ગંભીર બીમારીનું કારણ બને છે.

લેન્સેટ રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા 12 વર્ષોમાં વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુમાં ઝડપથી વધારો થયો છે. 2010 ની સરખામણીમાં 2022 માં પ્રદૂષણ સંબંધિત મૃત્યુમાં 38 %નો વધારો થયો હતો. આ મૃત્યુમાં કોલસો અને લિક્વિફાઇડ ગેસનો ફાળો આશરે 44% હતો. એકલા કોલસાના ઉપયોગથી 39.4 મિલિયન મૃત્યુ થયા, જેમાંથી 29.8 મિલિયન પાવર પ્લાન્ટ સાથે સંબંધિત હતા. દરમિયાન રોડ ટ્રાન્સપોર્ટમાં પેટ્રોલના ઉપયોગથી 26.9 મિલિયન મૃત્યુ થયા હતા. વર્ષ ર0ર0-ર4 દરમિયાન ભારતમાં દર વર્ષે સરેરાશ 10ર00 લોકોના મૃત્યુ જંગલમાં લાગેલી આગને કારણે ફેલાયેલા પીએમ ર.પ પ્રદૂષણને કારણે થયા હતા. વાહનોમાં પેટ્રોલના ઉપયોગથી ર.69 લાખ મૃત્યુ થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક