સમાજના આગેવાનોએ સભા યોજી કડક કાર્યવાહી કરવાની માગ ઉચ્ચારી
વલભીપુર,
તા.8: વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે બે દિવસ પહેલા અસામાજીક તત્ત્વો દ્વારા એક
પાટીદાર વૃદ્ધ ઉપર હુમલો કરીને માર માર્યો હતો જેને લઈને વૃદ્ધને વલભીપુર હોસ્પિટલ
બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે રિફલ કર્યા હતા. આ અંગે વલભીપુર ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં
આવી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ કાળા ગામ ખાતે રહેતા અરજણભાઈ દિહોરાની વાડીનો પાળો વરસાદના કારણે તૂટી જતા
તેઓ વાડીની બાજુમાં આવેલ ચેકડેમ બાજુમાં બે તગારા રેતી લેવા ગયા હતા. તે સમયે નાથા
ભીખા ઉલ્વા અને તેનો ભત્રીજો રાજુ રત્નાભાઈ ફૂલવાએ અરજણભાઈને રેતી ભરવાની ના પાડી બોલાચાલી
કરી અપશબ્દો બોલી તેના ઉપર હુમલો કરી લાકડી અને કોદાળીના હાથા વડે આડેધડ માર મારી ઈજા
પહોંચાડી ધાકધમકી આપી હતી. જેના પગલે અરજણભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં વલભીપુર સારવરમાં
ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવને
લઈ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી મુજબ આ ગુનાના આરોપીને પાલીસે
ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વલભીપુર
તાલુકાના કાળા તળાવ ગામ ખાતે પાટીદાર સમાજના વૃદ્ધ ઉપર હુમલો થતાં તાત્કાલિક સુરત ખાતે
મિટિંગ યોજાઈ હતી તેમજ આ અનુસંધાને મોટી સંખ્યામાં કાળા તળાવ ખાતે પાટીદાર સમાજના આગેવાનો
એકઠા થયા હતા અને આજરોજ કાળા તળાવ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ સભા કરી
હતી. આ બનાવને વખોડી કાઢ્યો હતો. તેમજ આ સભામાં સુરત ખાતેના આગેવાનો આવવાના હતા પરંતુ
અચાનક આવ્યા ન હતા અને આ સભા સ્થાનિક આગેવાનો એ સંભાળીને પૂર્ણ કરી હતી. આરોપીઓ સામે
પોલીસતંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ ઉચ્ચારી છે.