• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

ચાંદીગઢ નજીક ખૂંટિયા સાથે બાઈક ટકરાતા બેનાં મૃત્યુ, ત્રીજાને ઈજા

જામનગર તા. 9: લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામના  એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મુકેશ તેરસીંગ ડાવર તથા સિક્કાની જીઈબી કોલોનીમાં રહેતા ભરતાસિંહ ભૂપતાસિંહ જાડેજા તેમજ અન્ય એક વ્યક્તિ  બુધવારે રાત્રે એક મોટરસાયકલમાં સિક્કાથી લાલપુર તરફ જઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યે તેઓ જ્યારે ચાંદીગઢ રોડ પર રૂપાવટી હોટલ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક આખલો આવી જતાં તેની સાથે બાઈક અથડાયુ હતું. બાઈક પરથી મુકેશ ડાવર તથા ભરતાસિંહ જાડેજા સહિતના ત્રણેય વ્યક્તિ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતના સ્થળે આવેલા અન્ય લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે દરમિયાન ગંભીર ઈજા પામેલા ભરતાસિંહ અને મુકેશ ડાવરનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મુકેશના સાળાને ઈજા થઈ છે. બનાવની યોગીરાજાસિંહ ભરતાસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતા દોડી આવેલી લાલપુર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક