લુણકીના યુવાનો ધરાઇ ગામે વાછરડી જોવા જતા હતા
બાબરા: બાબરા તાલુકાના બાબરા
ચમારડી માર્ગ પર સવારે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ સવારી લુણકી ગામના ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ થતા બાબરા અને ત્યાંથી અમરેલી અને રાજકોટ રીફર કરાયા હતા.
વાવડી તરફ થી આવતી કારનું ટાયર
ફાટતા બાઇક સાથે અકસ્માત સર્જતાં યુવાનો રોડ
પર પટકાયા હતા કાર પણ રોડ નીચે ઝાડીઓમાં ઘુસી જતા બુકડો બોલી ગયો હતો.
બાબરામાં રક્ષાબંધનના પર્વ પર સવારે અહીં તાલુકાના
ચમારડી બાબરા તરફના માર્ગ પર એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા
કારનો બુકડો બોલી ગયો હતો અને બાઇકસવાર રોડ પર ફંગોળાઈ પડ્યા હતા જેના કારણે હાથ પગ અને માથાના ભાગે ઇજાઓ
થઈ હતી અકસ્માતના સમાચાર મળતા ગામના લોકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક
અસરથી 108ને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત લોકોને પ્રથમ બાબરા સારવાર અર્થે લાવવામાં
આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી અને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
છે.
આ અકસ્માતની લોકોમાંથી મળતી માહિતી મુજબ લુણકી ગામે રહેતા ત્રણ
મિત્રો અલ્પેશભાઈ બોઘાભાઈ મુધવા ઉવ 32 રાજેશભાઈ હકાભાઈ પૉપટાણી ઉવ 35 અને સતિષભાઈ રમેશભાઈ
સરવૈયા ઉ.વ. 28 પોતાના ગામ લુણકીથી સવારે બાઇકમાં બાબરા તાલુકાના ધરાઈ ગામે વાછરડી
જોવા નીકળ્યા હતા અને ચમારડી ગામ પાસે ગંભીર અકસ્માત કાર સાથે થતા ત્રણેય મિત્રોને
હાથ પગ અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી જેમાં
અલ્પેશભાઈ મૂંધવાને રાજકોટ રીફર
તેમજ સતિષભાઈ સરવૈયા અને રાજેશભાઇ પોપટાણીને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
જોકે બાબરા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતમાં બાબતે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી. હાલ
પોલીસ તપાસ કરી રહી છે.