• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

બાંટવા- માણાવદરમાં જુગારની ક્લબ અંગે ધારાસભ્યના આક્ષેપોને નકારતી પોલીસ

આરોપીએ પોલીસની છબી ખરાબ થાય તે માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હતા : ઇન્ચાર્જ ડી.વાય. એસ.પી. કોડિયાતર

જૂનાગઢ, તા. 10:  માણાવદરના ધારાસભ્યએ બાટવા અને માણાવદર પંથકમાં પોલીસની મીઠી નજર હેઠળ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાના આક્ષેપને કેશોદના ઇન્ચાર્જ  ડી.વાય.એસ.પી.એ નકારી કાઢી  જુગારીઓએ તેઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાવ્યું હતું.

આ અંગે કેશોદના ઇન્ચાર્જ ડી.વાય. એસ. પી. ડી.બી. કોડિયાતરે જણાવ્યું હતું કે બાંટવામાં જુગારની રેડમાંથી ફરાર થઈ ગયેલા આરોપીએ પોલીસની છબી ખરાબ થાય તે માટે માણાવદરના ધારાસભ્ય અરાવિંદ લાડાણીને ગેરમાર્ગે દોર્યા હતા અને સાચી હકીકતથી વિપરીત રજૂઆત ધારાસભ્ય સમક્ષ કરી ખોટી રીતે પોલીસને બદનામ કરતો વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે માણાવદરના ધારાસભ્યનો પોલિસ વિરૂધ્ધનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે રેન્જ આઇજી કે એસ.પી. દ્વારા આ અંગે હજુ મૌન તોડ્યું નથી, તે સુચક મનાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક