બોટાદ,તા.10: પાળિયાદ ગામે પત્ની સાથે સંબંધ હોવાનો ખાર રાખી યુવાન ઉપર મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ કાન્તીભાઈ સાગરભાઇ ભોલૈયા (ઉ.વ.45)એ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને ભદ્રાવડી રોડ ઉપર આરોપી પરેશના પત્ની મનિષાબેન સાથે છ મહીનાથી સંબંધ હોય. દરમિયાન તા.8ના રાત્રીના ઘરે સુતો હતો ત્યારે પરેશ ચંદુભાઈ ભોજૈયાના પત્ની મનિષાએ ફોન કરી મારે પિયરમાં રાખડી બાંધવા જવું છે મારે પૈસાની જરૂર છે તમે ભદ્રાવડી રોડ ઉપર બાપાસિતારામની મઢુલી પાસે આવો તેમ કહેતાં તે ત્યાં જતાં આરોપી પરેશ ચંદુભાઇ ભોલૈયા, ઘનશ્યામ ચંદુભાઈ ભોજૈયા, પપ્પુ ચંદુભાઈ ભોજૈયા, અરાવિંદ શામજીભાઈ ભોજૈયા, અશોક શામજીભાઇ ભોજૈયાએ ગાળો આપી લાકડી વડે હુમલો કરી માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે હુમલો કરનાર પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.